તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જેની સાથે આખી ઉંમર વિતાવવાના સમ ખાધા હતા, તે તેની સાથે એવું કૃત્ય કરી શકે છે. આ વાત અહીં જ પૂરી થતી નથી. જેને તેણે જન્મ આપ્યો અને જેના ચહેરામાં તે રોજ પોતાનું ભવિષ્ય જોતો હતો તે પણ તેમ સામેલ થઈ ગયો. આ ઘટના કોઈની પણ રુવાંટી ઊભી કરી શકે છે. ઝારખંડના પલામૂ જિલ્લામાંથી એક શોકિંગ ઘટના સામે આવી છે. 65 વર્ષીય ભોલા રામ બુધવારની સવારે સિગસિગી રેલવે કેબિન નજીક પાટા પર બાંધેલી હાલતમાં મળી આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તેનું મોઢું સીવી દેવામાં આવ્યું હતું. પલામૂ જિલ્લાના કાઉન્ટી રોડ પોલીસ સ્ટેશનના ભીતિહારા ગામના મંઝલીઘાટ ટોલાનો રહેવાસી ભોલા રામે ઘટનાની બાબતે પોલીસને જણાવ્યું કે તે રાતે કુદરતી હાજતે જવા માટે ઉઠ્યો હતો. આ દરમિયાન તેને કેટલાક લોકોએ પકડી લીધો. તેણે જણાવ્યું કે તેની બીજી પત્ની સવિતા દેવીએ પહેલા લગ્નથી થયેલા પુત્ર અને અન્ય બે લોકો સાથે મળીને મારામારી કરી હતી. ત્યારબાદ તેના મોઢાને બળજબરીપૂર્વક સીવી દેવામાં આવ્યું અને લગભગ રાતે 11 વાગ્યે રેલવે પાટા પર દોરડાથી તેના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા.
સવારે લગભગ 5 વાગ્યે શૌચ ક્રિયા કરવા જઈ રહેલી કોઈક વ્યક્તિએ તેને બાંધેલી હાલતમાં જોયો. ત્યારબાદ ત્યાં ઘણા લોકો એકત્ર થઈ ગયા. ગ્રામજનોની જાણકારીના આધારે પોલીસ ત્યાં પહોંચી અને ભોલા રામને ત્યાંથી ખાનગી ક્લિનિકે લઈ જવામાં આવ્યો. ત્યાં ભોલા રામના મોઢામાં સિવેલા દોરાને કપાવવામાં આવ્યો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પતી અને પત્નીના વિવાદને લઈને 6 મહિના પહેલા ગામમાં પંચાયત થઈ હતી, તેમાં પત્નીને કોઈ રાહત મળી નહોતી.
પીડિત ભોલા રામની પત્ની અને પુત્રએ એ ઘટનાને અંજામ આપી હતી. તેમણે પહેલા મોઢું સીવ્યુ અને દોરડાથી બાંધીને રેલવે પાટાઓ પર ફેકી દીધો. નસીબ જોગ એ પાટાઓ પરથી સવાર સુધી કોઈ ગાડી ન પસાર થઈ. પહેલી પત્નીના મોત બાદ વર્ષ 2010મા ભોલા રામના બીજા લગ્ન થયા હતા. ભોલા રામનું કહેવું છે કે 6 મહિના પહેલા તેની પત્ની સાથે વિવાદ થયો હતો, ત્યારથી બંને વચ્ચે અત્યાર સુધી વાતચીત થઈ નથી. તેને લઈને પંચાયત પણ થઈ પરંતુ પત્ની સમજવા માટે તૈયાર નહોતી. હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે અને પોલીસનો દાવો છે કે જલદી જ આરોપી પત્ની અને પુત્રની ધરપકડ કરી લેવામાં આવશે. હાલમાં આ ઘટનાના ચોતરફ ચર્ચા થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..