10માં ધોરણમાં 3 ટ્રાયે પાસ થનાર વિદ્યાર્થી ધોરણ 12 કોમર્સમાં 99 પર્સન્ટાઈલ લાવ્યો, અથાગ મહેતનનું મળ્યું પરિણામ

આજના હરિફાઈભર્યા વાતાવરણમાં બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થનારા વિદ્યાર્થીઓ આપઘાત કરવા સુધીના ઘાતક પગલા લઇને જીવન ટૂંકાવી દે છે. પરંતુ આજે પાટડીમાં ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હરેશ મૂળજીભાઇ પંચાસરા એક એવો વિદ્યાર્થી છે જેણે ધોરણ 10માં એ-બે નહીં પરંતુ ત્રીજી ટ્રાયે પરીક્ષા પાસ કરી હતી એ પણ માંડમાંડ 33 માર્ક્સે ગણિત પાસ કર્યું હતું. પરંતુ તેણે ધોરણ 12 કોમર્સમાં 99 પર્સેન્ટાઈલ મેળવીને માતાપિતા અને પરિવારનું નામ રોશન કર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

33 ગુણના કારણે આર્ટ્સમાં એડમિશન ન મળ્યું

હરેશ પંચાસરાના પિતા મુળજી પંચાસરા અને માતા રમીલાબેન પંચાસરા છૂટક મજૂરી કામ કરી પોતાના ત્રણ સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાંય વિધિની વક્રતા જુઓ કે હરેશ પંચાસરા ધો.10માં હતો ત્યારે ભણવામાં સહેજેય હોંશિયાર નહોતો અને ધો.10 બોર્ડમાં ગણિત વિષયમાં વારંવાર નાપાસ થયા બાદ ત્રીજી ટ્રાયે એ ગણિતમાં 33 માર્કસ સાથે માંડ પાસ થયો હતો. એણે ધો.11 આર્ટસ સાથે કરવાની ઇચ્છા હતી. પરંતુ એના નબળા રિઝલ્ટના લીધે એને એક પણ સ્કૂલમાં આર્ટસમાં એડમિશન મળ્યું ન હતું.

C.A. બનવા રાતદિવસ મહેનત કરવા તૈયાર

પાટડીની સ્કૂલ ઓફ ડિવોશનમાં ધો.11 કોમર્સમાં એડમિશન લઇ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) C.A. બનવાની ધગશ સાથે રાત-દિવસ આકરી મહેનત કરવાની શરૂઆત કરી હતી. સ્કૂલમાં અભ્યાસ બાદ ઘરે રોજના પાંચથી છ કલાકની અવિરત મહેનત બાદ ધો.11 કોમર્સમાં 76% મેળવ્યા બાદ સ્કૂલના આચાર્ય અને એકાઉન્ટસ અને સ્ટેટ સહિતના શિક્ષકોના માર્ગદર્શનમાં હરેશ પંચાસરાએ આખુ વર્ષ આકરી મહેનત કરીને આજે જાહેર થયેલા ધો.12 કોમર્સમાં 98.81 પર્સન્ટાઇલ સાથે શાળામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરતા એના ગરીબ મા-બાપની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા માંડી હતી.

માતાપિતાનું સપનું પૂરું કરવાની ખેવના

હરેશ પંચાસરાએ જણાવ્યું હતું કે, મા-બાપના આર્શિવાદ અને સ્કુલ ઓફ ડિવોશનના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન નીચે મેં કરેલી આકરી મહેનત અંતે રંગ લાવી હતી. મારે આગળ આનાથી પણ આકરી મહેનત સાથે C.A. કરવાની ઇચ્છા છે. જેથી મારા ગરીબ મા-બાપનું મારા માટે જોયેલું સ્વપ્ન પૂર્ણ થાય.

મહેતનનું પરિણામ

છૂટક મજૂરી કામ કરી પેટીયું રળતા અને ધો. 10મ‍ાં ત્રણ ટ્રાયલે ગણિત વિષયમ‍ાં 33 મ‍ાર્કસ સાથે માંડ પાસ થઇ ધો.12 કોમર્સમાં રાત-દિવસની આકરી મહેનત બાદ ધો.12 કોમર્સમાં 98.81 પર્સન્ટાઇલ સાથે સ્કૂલમાં અવ્વલ નંબર મેળવ્યો છે. હરેશ પંચાસરાની અથાગ મહેનતને કારણે જ તેને ઉજળું પરિણામ પ્રાપ્ત થયું છે.
(તસવીર અને અહેવાલ: મનીષ પારીક, પાટડી)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો