ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયા બાદ પણ અનેક પ્રશ્નોને લઈને ચર્ચા પર કોઈ પૂર્ણ વિરામ મૂકાયું નથી. આ મામલાને લઈને મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજનેતાઓ જ ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે છે. જેમાં મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના લોકોનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના રીવાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર ચર્ચા કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ દરમિયાન સાંસદે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ પોલીસે જે કર્યું તે સારૂ કર્યું. વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરી નાંખ્યું. સાંસદે ઉમેર્યું કે, હું ક્યારેય ખોટું નથી બોલતો. રાજનેતાઓ જ ગુનેગારોને સુરક્ષા આપે છે. પહેલાના જમાનામાં વડાપ્રધાનથી લઈને સાંસદ સુધી પણ ગુનેગારોને સુરક્ષા આપતા હતા. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનથી લઈને સરપંચ સુધીના લોકોએ આ વ્યવસ્થાને જન્મ આપ્યો છે. જેમાં ગ્રામ પંચાયતના સરપંચ, ધારાસભ્યો, સાંસદ, મંત્રી, મુખ્યમંત્રી હોય કે, વડાપ્રધાન આ તમામ લોકો ગુનેગારોને ટિકિટ આપે છે અને આનો રાજકીય લાભ મેળવે છે. જનાર્દને ઉમેર્યું કે, પ્રાયમરી સ્કૂલના માસ્તરથી લઈને યુનિવર્સિટીના કુલપતિ સુધીના તમામ લોકો ગુનેગારોને મદદ પૂરી પાડે છે.
દોષ માત્ર કોઈ એક ન્યાયપાલિકા અથવા એક સિસ્ટમનો નથી. સમગ્ર સામાજિક વ્યવસ્થામાં દોષ છે. મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહ્યા છે. આ પહેલા તેમણે ગત વર્ષે તેમણે એક IAS અધિકારીને જીવતા દાટી દેવાની ધમકી ઉચ્ચારી હતી. જોકે, વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ ઉત્તર પ્રદેશમાં તથા મધ્ય પ્રદેશમાં રાજકીય બબાલ મચી ગઈ છે. સામસામે આક્ષેપબાજી અને પ્રશ્નોના હુમલા અટકવાનું નામ લેતા નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે, પોલીસ જે વિકાસ દુબેને ગોળી મારી એનું હું સમર્થન કરૂ છું. આ પહેલા તેમણે એક એવું નિવેદન આપ્યું હતું કે, આજકાલ મહિલાઓ ચાઉમીન ખાઈ રહી છે તેથી બાળકો કુપોષણ થતા જાય છે. 16 વર્ષની યુવતીઓ નશાની ગોળીઓ લઈ રહી છે. આનાથી કુપોષણ નહીં થાય તો શું થશે. કુપોષણ માટે માત્ર સરકારનો વાંક કાઢવો યોગ્ય નથી. એ માત્ર સરકારની જવાબદારી નથી. ખાણી-પીણી ખરાબ હોવાને કારણે પણ બાળકો કુપોષિત થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..