સોશિયલ મીડિયામાં હપ્તો ઉઘરાવનાર કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થતાં એસપીએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યો

વડગામ પોલીસ હદ વિસ્તારમાં વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી હપ્તો ઉઘરાવનાર કોન્સ્ટેબલનો વીડિયો વાહન ચાલકે ઉતારી દેતા તેની વરદી ઉતરી ગઈ હતી. મારે મારા સાહેબને હિસાબ આપવાનો છે ત્રણ સો એટલે ત્રણસો પૂરા થશે તે પ્રકારે નાણાં માંગી હપ્તા ઉઘરાવનાર પોલીસકર્મીને એસપી તરુણ દુગ્ગલએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો આદેશ કર્યો હતો.

સોમવારે વીડિયો બહાર આવ્યો હતો. જેમાં જાહેર રસ્તા પર જ વાહનોને રોકીને તેમની પાસેથી કોન્સ્ટેબલ દ્વારા નાણાં ઉઘરાવામાં આવી રહ્યા છે. 300 એટલે 300 રૂપિયા પુરા થશે. કારણ કે મારે સાહેબને હિસાબ આપવાનો હોય છે. ત્રણસો રૂપિયા પૂરા હોય તો જ નહીંતર ગાડી ખાલી કરી દે તેવા ઉચ્ચારણ પણ કોન્સ્ટેબલ વીડિયોમાં કરી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ એસપી તરુણ દુગ્ગલની પ્રતિક્રિયા જાણતા તેમણે જણાવ્યું હતું કે “વિડીયો નવો હોય કે જુનો અમે તાત્કાલિક અસરથી સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો