એક્ટર સોનુ સૂદને આખો દેશ દુઆઓ આપી રહ્યો છે. જે રીતે સોનુ જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે, લોકો તેના વખાણ કરતા થાકી નથી રહ્યાં. લોકો માટે મસીહા બની ગયો છે સોનુ સૂદ. ત્યારે હવે સોનુ સૂદે એક બાળકને નવું જીવન આપ્યું છે. એક્ટરે એક બાળકને અપંગ થતાં બચાવી લીધો છે.
સોશિયલ મીડિયા પર એક યુઝરે આ બાળકની તકલીફ જણાવતા તેની તસવીર શેર કરી હતી. ફોટોમાં બાળકના પગ પર પાટો બાંધેલો છે. તેનું એક્સીડેન્ટ થઈ ગયું હતું. સોનુથી મદદ માંગતા તેણે લખ્યું- હેલ્પ કરો સર, આ છોકરો બહુ જ ગરીબ છે. 2 મહિના પહેલાં તેનો પગ તૂટી ગયો. ગામના લોકોએ પૈસા ભેગાં કરી તેને પાટો બંધાવ્યો પરંતુ ડોક્ટરે કહ્યું, જો તેનું ઓપરેશન ન કરવામાં આવ્યું તો તે અપંગ થઈ જશે. બાળકની આવી સ્થિતિ જોઈને ભાવુક થઈ ગયો સોનુ અને તરત તેની મદદ માટે આગળ આવ્યો.
जल्द ही फ़िट हो जाएगा यह हीरो।
कल इस बच्चे की भर्ती हस्पताल में हो जाएगी।
डॉक्टर से बात हो गई है।
बताने के लिए धन्यवाद रामविलास जी। @sumita_salve https://t.co/GJlRbcDixJ— sonu sood (@SonuSood) October 10, 2020
સોનુએ એ બાળક માટે ટ્વિટ કરીને લખ્યું- આ હીરો જલ્દી ફિટ થઈ જશે. કાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવશે. ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. સોનુનું આટલું કહી દેવું જ બહુ મોટી વાત છે કારણ કે તેની દરેક ટ્વિટ તેનો વાયદો હોય છે જેને તે પૂરો કરે છે. એક્ટર હમેશાં ટ્વિટ દ્વારા મદદ મોકલવાની ખાતરી આપે છે અને બસ જોત જોતામાં બધાંની પરેશાનીઓ દૂર થઈ જાય છે.
સોનુને મળ્યો સ્પેશિયલ એવોર્ડ
હાલમાં જ સોનુ સૂદને પ્રતિષ્ઠિત એસડીજી સ્પેશિયલ હ્યુમનટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. યૂનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ સન્માન અત્યાર સુધી સોનુ સૂદ સહિત ડેવિડ બેકહમ, એન્જેલિના જોલી, લિયોનાર્ડો ડિકેપ્રિયો, પ્રિયંકા ચોપડા જેવા સેલિબ્રિટીસને મળી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..