ઘોર કળિયુગ: પુત્રએ પૈસા માટે જમીન, મકાન અને માતાના દાગીના વેચી પિતાની લાકડીઓ મારી હત્યા કરી નાખી

શીલજ- આંબલી રોડ પર પુત્રએ જમીન, મકાન અને દાગીના મેળવવા માટે પિતાની હત્યા કરી નાખી હતી. પુત્રએ પિતાને કહ્યું હતું કે ગામડે આવેલી જમીન, મકાન અને મમ્મીના દાગીના વેચી તેના પૈસા આવે તે મને આપી દો. પિતાએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમ્યાનમાં મોડી રાતે પુત્રએ પિતાને લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. સરખેજ પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ શરૂ કરી છે.

મૂળ પાટણના સોજીત્રા ગામના અને હાલમાં શીલજ- આંબલી રોડ પર ઔડાના મકાનમાં મગનભાઈ રબારી તેમની પુત્રી અને પુત્ર સુરેશ ઉર્ફે ગમન સામે રહેતા હતા. મગનભાઈ થલતેજ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. બે દિવસ સુરેશે પિતા સાથે ગામડે આવેલી જમીન, મકાન અને મમ્મીના દાગીના વેચી તેના પૈસા આવે તે મને આપી દો તેવી વાત કરી હતી. મગનભાઈએ આ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. દરમ્યાનમાં રાતે નોકરી પુરી મગનભાઈ ઘરે આવ્યા હતા. ઘરના બધા સુતા હતા ત્યારે સુરેશ લાકડી લઈ તેના પિતાને માથામાં માર માર્યો હતો. આસપાસના લોકો દોડી આવ્યા હતા. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું. સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો