રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો: પુત્રવધુ છરીથી સાસુ-સસરાને મારવા દોડી તો પૌત્રએ દાદા-દાદીને ધક્કા મારી રોડ પર પછાડ્યાં

રાજકોટ શહેરના મનહર પ્લોટમાં આવેલા ગલાલ કૃપા નામના મકાનમાં રહેતા જયરામભાઇ ખોડાભાઇ સગપરિયા (ઉ.વ.92) સોમવારે સવારે 11 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે મકાનના ઉપરના ભાગે રહેતા તેમના પુત્રવધૂ ભાવના કૈલાસ સગપરિયાએ લોખંડનો ભંગાર વેચી દેતા, સસરા જયરામભાઇએ ભંગાર શા માટે વેચ્યો તેમ પૂછતાં જ માહોલ બગડ્યો હતો. ભાવના અને તેના પુત્ર શુભમે સંસ્કારને બાજુ પર મૂકી દાદા અને દાદીને મારકૂટ શરૂ કરી ધક્કો મારી પછાડી દીધા હતા. આ ઘટના અનેક લોકોએ નજરે જોઇ હતી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી. પાડોશીઓએ ફોન કરતાં પોલીસ દોડી ગઇ હતી અને કૈલાસ અને તેની પત્ની ભાવનાની ધરપકડ કરી હતી, જ્યારે શુભમ બાળઆરોપી હોવાથી ધરપકડ કરાઈ નહોતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બે વર્ષથી માર મારે છે, હવે મોત આવે તો સારું

ચાર પુત્ર અને પાંચ પુત્રીના ગુજરાન માટે મેં શાકભાજી વેચી છે, મજૂરી કરી છે. કૈલાસના નામે કર્યું ત્યારે શરત કરી હતી કે, દીકરીઓને મામેરા, અમારા નીભાવ માટે મહિને ત્રણ હજાર આપવાના રહેશે, 3 વર્ષથી તે આપવાનું બંધ કરી દીધું છે, બે વર્ષથી મારકૂટ કરવા લાગ્યા છે, હવે તો મોત આવે તો સારું. – જયરામભાઇ સગપરિયા, પિતા.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે પૌત્ર પહેલા દાદીને જોરથી ધક્કા મારે છે. જેમાં દાદી 2-3 ફૂટ દૂર રસ્તા પર પડી જાય છે. બાદમાં દાદા પૌત્રને સમજાવવા જતા પૌત્ર શુભમ દાદાને પણ જોરથી ધક્કા મારી દે છે અને દાદા પણ રોડ પર પટકાય છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દાદા-દાદી પ્રોવિઝન સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે આજે પૌત્ર શુભમ, પુત્ર કૈલાશભાઈ અને પુત્રવધૂ ભાવનાબેન દાદા જેરામભાઈ સગપરિયા અને દાદા મણીબેન સગપરિયાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુક્યા હતા અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.

પુત્રવધૂ આવી ત્યારથી ત્રાસ આપે છેઃ દાદી

ગઈકાલે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી અને ફાધર્સ ડેના બીજા જ દિવસ પૌત્ર દ્વારા દાદા-દાદીને હડધૂત કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે કે વૃદ્ધ અવસ્થામાં દિકરાઓ પોતાના મા-બાપનો સહારો બનતા હોય છે. પણ અહીંયા ચિત્ર કંઈક જુદું જ જોવા મળ્યું હતું. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.દાદીએ જણાવ્યું હતું કે પુત્રવધૂ આવી ત્યારથી ત્રાસ આપે છે. દિકરો કાંઈ નથી કરતો પણ દિકરાની વહુ બધુ કરે છે.મારે 4 દિકરા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો