ગુજરાતી યુવકે 4 માસમાં તૈયાર કરી સોલાર પાવરથી દોડતી કાર..

એન્જીનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની મગજ શક્તિનો ઉપયોગ કરી કંઇક નવું શોધવાનું પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના ફાઇનલ વર્ષના પ્રોજેક્ટના ભાગરૂપે સોલારથી ચાલતી કાર બનાવી છે. આ કાર રૂ. 97 હજારના ખર્ચ સાથે 4 માસમાં તૈયાર કરી છે.

દેશને પ્રદૂષણ મુક્ત બનાવવા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સોલારથી ચાલતી કાર બનાવી છે. આ અંગે કોલેજના પ્રો. વી.એમ. મોદીએ જણાવ્યું હતું કે, ‘પ્રદૂષણ વધી રહ્યું છે તેમજ ડિઝલ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ત્યારે કોલેજના વિદ્યાર્થી વિનીત મોદી અને પ્રવિણ જુડાલએ પોતાના અભ્યાસના ફાઇનલ વર્ષના પ્રોજેક્ટના ભાગરૂપે સૌર ઉર્જાથી ચાલતી પ્રદૂષણ મુક્ત કાર બનાવી છે. જેમાં સેકન્ડમાં જૂનીકાર ખરીદી તેમાં સૌર પેનલો લગાવી આ કાર બનાવવામાં આવી છે. જે બેટરીથી ચાલે છે.

કાર બનાવવા શું-શું વપરાયું ? 500km સુધી યુવકે કર્યું કારનું ટેસ્ટિંગ

કાર 4 માસમાં તૈયાર કરવામાં આવી 

આ કાર 4 માસમાં તૈયાર કરવામાં આવી છે. જેની પાછળ અંદાજે 97 હજાર જેટલો ખર્ચ થયો છે. ભારત જેવા દેશમાં પ્રદૂષણ, વૈશ્વિક તાપમાન તેમજ જળવાયું પરિવર્તનને નાથવા માટે આ પ્રકારની તકનીકીઓના વિકાસથી મદદ મળશે. તેમજ 30 નવેમ્બરના રોજ ભારતીય કૃષિ અનુસંધના પરિષદ, નવી દિલ્હીના નિર્દેશક ડો. ત્રિલોચન મહાપાત્ર તથા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) અશોક પટેલ સમક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

500km સુધી કરાયું ટેસ્ટિંગ

આ કારને અત્યાર સુધીમાં અંદાજે 500 કિલોમીટર સુધી દોડાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા કદાચ પ્રથમ આવી કાર બનાવવામાં આવી છે.’ જેમાં કોલેજના આચાર્ય ડો. જી.કે. સકસેનાના માર્ગદર્શન હેઠળ પ્રો. વી.એમ. મોદી, એન.એન. દેસાઇ, એચ.ડી. પંચાલ, નૈલેષ દવે સહિત વિદ્યાર્થીઓ દ્વારા સફળ કાર બનાવવામાં આવી છે.

કાર બનાવવા શું-શું વપરાયું ?

1. 75 વોટની 4 સૌર પેનલ
2. 12 વોલ્ટની 4 બેટરી

3. ગાડી ગતિનિયમન કરવા કન્ટ્રોલર
4. ગાડીની મોનીટરીંગ માટે સેન્સર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો