જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો આજથી તા. 17 ફેબ્રુ.થી શરૂ થઇ રહ્યો છે. ભજન, ભોજન અને ભક્તિના આ મેળામાં આવનાર તમામ ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, કાર્યકરો, અખાડાના સાધુ-સંતો, જેમને ફરજ સોંપાઇ છે એવા તંત્રના કર્મચારીઓ, પોલીસોની પોતપોતાની તૈયારીઓ દિવસોથી આરંભાઇ ગઇ છે. ભવનાથના મેળામાં આવનાર ઘણા ભાવિકોને ભજન, ભોજન અને ભક્તિની ખોજ હોય છે. લોકો ભક્તિ માટે વિવિધ અખાડાઓમાં દેશભરમાંથી પધારેલા સંતો, સિદ્ધો પાસે જાય છે.
- જૂનાગઢમાં 17થી 22 ફેબ્રુઆરી સુધી મેળો
- સાધુ સંતોનો કાફલો ગિરનાર પહોંચી ગયો
તેઓ સાથે સત્સંગ કરે છે. ભોજન માટે ઉતારા, અન્નક્ષેત્રોમાં વ્યવસ્થા હોય છે. અને રાત્રે યોજાતા સંતવાણી, ભજનના કાર્યક્રમોમાં બેસી મનને ભક્તિમાં લીન કરી દે છે. આ અંગે પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં 3 મેળા મુખ્ય છે. માધવપુરનો મેળો ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણિજીના વિવાહ પ્રસંગનો છે. તરણેતરના મેળામાં ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જ્યારે ભવનાથના મેળામાં આધ્યાત્મિકતાનો સંગમ સર્જાય છે. અહીં આવતા લોકો પૈકી બધા રામાયણ, શ્રીમદ્ભાગવદ્ગીતા, ભાગવત, જેવા ગ્રંથો ન પણ વાંચતા હોય. પણ ભજનમાં એ બધાનો સાર મળી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..