અમદાવાદમાં ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી, શરદી-તાવના દર્દીને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે 4 કલાક રાખ્યા

અમદાવાદમાં કોરોના અને બીમાર લોકોની સારવારમાં હોસ્પિટલોની એક બાદ એક અનેક બેદરકારી સામે આવી રહી છે. આજે સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે. શારદાબેન હોસ્પિટલે સામાન્ય તાવના દર્દી એવા જગદીશભાઈ દિવાકરનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં તેને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે 4 કલાક રાખવામાં આવ્યા હતા. જેને લઈ દર્દીના સગાનો વિડિયો વાઇરલ થયો છે.

એમ્બ્યુલન્સમાં પણ પોઝિટિવ દર્દી સાથે નેગેટિવ રિપોર્ટ ધરાવતા વ્યક્તિ તેમજ તેમના દિકરાને પહેલા પોઝિટિવ છે કહીને બાપુનગરની તપન હોસ્પિટલ મોકલાયા હતા. ત્યાર બાદ તપન હોસ્પિટલે પોઝિટિવ લિસ્ટમાં તમારું નામ નથી એટલે તેમને પરત શારદાબેન હોસ્પિટલ મોકલ્યા તો ડોકટરોએ કહ્યું ભૂલ થઈ ગઈ છે રિપોર્ટ નેગેટિવ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શારદાબેનમાં કહ્યું રિપોર્ટ પોઝિટિવ છે જ્યારે તપન હોસ્પિ.એ કહ્યું રિપોર્ટ નેગેટિવ છે

આ અંગે દર્દીના પુત્ર પ્રકાશ દિવાકરે જણાવ્યું કે, હું મારા પિતાને ખાંસી અને તાવને લઈ શારદાબેન ખાતે બતાવવા આવ્યો હતો. ત્યાર બાદ અમને કોરોના રિપોર્ટ કરાવવા કહ્યું અને તેમનો રિપોર્ટ કરાવ્યો. ત્યાર બાદ અમને કહ્યું કે, જગદીશભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અમને તપન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા જ્યાં અમને રિપોર્ટ નેગેટિવ હોવાની જાણ કરી.

મ્યુનિ. કમિ. કે પોલિસ કમિ.ને બોલાવો કોઇ ફરક નહી પડે

ત્યાર બાદ શારદાબેન હોસ્પિટલને પોતાની ભૂલ સામે આવતાં RMOએ દર્દીના સગાને ધમકાવ્યા હતા. ડોકટરોની એટલી દાદાગીરી હતી કે મ્યુનિસિપલ કમિશનરને કે પોલિસ કમિશનરને બોલાવો કોઇ ફરક નહી પડે. તમારે કેસ બગાડવો છે કે સારવાર લેવી છે તેવી ધમકી આપી હતી.

તપન હોસ્પિટલે કહ્યું તમારું નામ લિસ્ટમાં નથી અને રિપોર્ટ નેગેટિવ છે

આ મામલે દર્દીના સ્વજને જણાવ્યું કે, 3 જૂનના રોજ તેમને શારદાબેનમાં દાખલ કરવામાં આવ્યા અને શરૂઆતમાં કોઈ સારવાર કરવામાં આવી નહીં અને કોવિડ 19નો ટેસ્ટ કરવા કહ્યું. એક દિવસ બરાબર સારવાર ના કરી અને ધ્યાન પણ ન આપ્યું. તેમજ સેમ્પલ લીધા બાદ સસ્પેક્ટ વોર્ડમાં મુકી દીધા અને 4 જૂનના રોજ હાજર ડોક્ટરે કહ્યું કે કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ તપન હોસ્પિટલ(બાપુનગર)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા. જ્યાં અમને કહ્યું કે તમારું નામ લિસ્ટમાં નથી અને રિપોર્ટ નેગેટિવ છે.

સારવાર ન મળવા અંગે રજૂઆત કરતા આસિ.RMO એમ.એમ.નિર્મલ ધમકી આપી

રિપોર્ટ નેગેટિવ હોવાની હકીકત જાણતા ડૉ.કેમિલે માફી માંગી અને જગદીશભાઈને E વોર્ડમા શિફ્ટ કર્યાં હતા. પંરતુ 3 કલાક સુધી કોઇ જ સારવાર ના મળતાપરિવારજનો આસિસ્ટન્ટ RMO એમ.એમ.નિર્મલ પાસે રજૂઆત કરવા ગયા. પરંતુ ઉલ્ટો ચોર કોટવાલને દંડે એમ ડો. નિર્મલે સહયોગ આપવાની જગ્યાએ ધમકી આપી કે, તમારે શું કરવુ છે કેસ બગાડવો છે કે સારવાર કરાવવી છે..? સિનિયર અને જવાબદાર ડોક્ટર દ્વારા આવા જવાબ મળતા પેશન્ટને ઓક્સિજનની જરુર હોવા છતાં ડરના માર્યા સ્વજનોએ દર્દીની જીંદગી બચાવવા ભયભીત થઇને રજા લઇ લીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો