શનિ જયંતી: શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે? શનિ જયંતીએ કરો તેલનું દાન અને શનિ મંત્રનો જાપ કરો

આજે શનિ જયંતી છે. શનિદેવ સૂર્ય પુત્ર અને ગ્રહોના ન્યાયાધીશ છે. શનિ જયંતી અને શનિવારે શનિને તેલ ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાત.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ કારણે શનિદેવને તેલ ચઢાવવામાં આવે છે
પંડિતશર્માના જણાવ્યા મુજબ શરીરના વિવિધ અંગોમાં અલગ અલગ ગ્રહનો વાસ હોય છે. દરેક અંગનો કારક ગ્રહ છે. શનિદેવ ત્વચા, દાંત, કાન, હાડકા અને ઘુટણના કારક ગ્રહ છે. કુંડળીમા શનિની અશુભ સ્થિતિ હોય તો વ્યક્તિને અંગ સંબંધિત પરેશાની થાય છે. આ અંગને આરામ મળે તે માટે શનિવારે તેલનું માલિશ કરવું જોઈએ. શનિને તેલ અર્પણ કરવાનો અર્થ એ પણ છે કે શનિ સંબંધિત શરીરના અંગો ઉપર પણ તેલ લગાવવામાં આવે, જેનાથી તે અંગોને સ્વાસ્થ્યનો લાભ મળે. માલિશ કરવ માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ.

લોકપ્રિય કથા મુજબ શનિને પોતાના બળનું ઘમંડ થઈ ગયું હતું. તે સમયે હનુમાનજીના સાહસ અને બળની વાતો થઈ રહી હતી. જ્યારે શનિને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે હનુમાનજી સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. હનુમાનજી શ્રીરામની ભક્તિમાં લીન હતા, તેઓ ધ્યાન કરી રહ્યા હતા. ત્યારે શનિદેવે તેમને યુદ્ધ માટે લલકાર્યા. હમનુમાનજીએ શનિદેવને સમજાવ્યા કે હાલ તેઓને ધ્યાન કરવા માંગે છે યુદ્ધ કરવા ઈચ્છતા નથી. પણ શનિદેવ માન્યા નહીં અને તેઓ યુદ્ધ માટે લલકારતા રહ્યા. ત્યાર પછી હનુમાનજીએ શનિદેવને પરાજીત કરી દીધા. હનુમાનજીના પ્રહારથી શનિદેવના શરીરમાં ભારે દુખાવો થવા લાગ્યો. હનુમાનજીએ શનિદેવને શરીર ઉપર લગાવવા માટે તેલ આપ્યું. જે લગાવ્યા પછી શનિદેવનું દર્દ જતુ રહ્યુ. ત્યારથી શનિદેવને તેલ અર્પણ કરવાની પરંપરા છે.

શનિ, સૂર્ય અને છાયાનો પુત્ર છે. તેમના ભાઈ યમરાજ અને બહેન યમુના છે. શનિનો રંગ કાળો છે અને તેઓ વાદળી રંગના વસ્ત્ર ધારણ કરે છે. વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ ઊજવવામાં આવે છે. આ તિથિએ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વડના વૃક્ષની પૂજા કરે છે. આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિના જન્મ સંબંધમાં એક કથા પ્રચલિત છે. કથા પ્રમાણે સૂર્યદેવના લગ્ન દક્ષની પુત્રી સંજ્ઞા સાથે થયાં હતાં. ત્યાર બાદ યમરાજ અને યમુનાનો જન્મ થયો. સંજ્ઞા સૂર્યના તેજનો સામનો કરી શકતી નહોતી. જેના કારણે સંજ્ઞા પોતાની છાયા સૂર્યદેવ પાસે છોડીને તપસ્યા કરવા જતી રહી. થોડાં સમય બાદ છાયાએ સૂર્ય પુત્ર શનિને જન્મ આપ્યો. તે દિવસે વૈશાખ મહિનાની અમાસ તિથિ હતી. છાયા પુત્ર હોવાના કારણે શનિદેવનો રંગ કાળો છે.

શનિ જયંતિએ શનિની સાડાસાતી-ઢૈય્યાના અશુભ પ્રભાવથી બચવા માટે તેલનું દાન કરવું જોઇએ. કોઇ મંદિરમાં તેલ ચઢાવો. હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિના મંત્ર ૐ શં શનૈશ્ચરાય નમઃનો જાપ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો