‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યો

‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં શુક્રવારે સાંજે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી શાહપુર પોલીસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજિત હોવાનું બહાર આવ્યું છે. શાહપુર પોલીસે 17 લોકોની અટકાયત કરી નજર કેદ કર્યા છે. 2000 લોકોના ટોળા સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને અન્ય આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટોળાએ રોજ પરેશાન કરે છે કહી મારી નાંખવા પથ્થરમારો કર્યો

શાહપુર કોરોના કેસને લઈ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે છતાં બેરિકેડિંગ તોડી અને અન્ય કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થાનિકો માથાકૂટ કરતા હોવાથી શાહપુર પોલીસ લોકડાઉનનો કડક અમલ કરવા અને શુક્રવારે સાંજે RAFની ટીમ સાથે નીકળી હતી ત્યારે ડોડીયાવાડ નાકા પાઈ મોટું ટોળું ભેગું થયું હતું. પોલીસે તેમને વિખેરાઈ જવાનું કહેતા ટોળાએ “હરરોજ પોલીસ આકે હેરાન પરેશાન કરતી હે આજ પોલીસ કો સબક શીખાના હૈ ઓર આજ પોલીસ કો જીંદા જાને નહી જાને દેનેકા હે ” તેમ કહીને પોલીસ પર એકાએક પથ્થરમારો કર્યો હતો. જેમાં શાહપુર પીઆઇ આર.કે.અમીન, PSI સહિત 4 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

હુમલા બાદ પોલીસ, ક્રાઇમ બ્રાંચ તેમજ પેરામિલેટ્રી ફોર્સ પહોંચી

પૂર્વ આયોજન મુજબ ડોડીયાવાડ તથા સગરવાડાની પોળ અને રાજાજીની પોળના માણસોએ પથ્થરમારો દરેક તરફથી શરૂ કરી દીધો હતો. જેના પગલે ઝોન 2ની તમામ પોલીસ, આસપાસની પોલીસ, ક્રાઇમબ્રાંચ તેમજ પેરામિલેટ્રી ફોર્સ પહોંચી ગયા હતા અને પીઆઇ, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને RAFની ટીમોએ ટોળાને કાબુમાં લેવા 57 જેટલા ટીયરગેસના સેલ અને રબ્બર બુલેટ છોડ્યા હતા. જેથી ટોળું વિખેરાઈ ગયું હતું. પોલીસે બાદમાં અંદર જઇ 17 લોકોની ધરપકડ કરી હતી. ટોળાએ રીક્ષાના કાચ અને વાહનોને નુકશાન પહોચાડ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો