આઝાદ ભારતમાં પહેલીવાર કોઈ મહિલાને અપાશે ફાંસી, પરિવારના સાત સભ્યોની કરી હતી ઘાતકી હત્યા

આઝાદ ભારત (Independent India)ના ઈતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે જેમાં કોઈ મહિલા કેદીને ફાંસી (Gallows) આપવામાં આવશે. મથુરા (Mathura) સ્થિત ઉત્તર પ્રદેશની એક માત્ર મહિલા ફાંસીઘરમાં અમરોહાની રહેવાસી શબનમ (Shabnam)ને મોતની સજા આપવામાં આવશે. તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિર્ભયાના આરોપીઓને ફાંસી પર લટકાવનારા મેરઠના પવન જલ્લાદ (Executioner Pawan Jallad) પણ બે વાર ફાંસીઘરનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. જોકે ફાંસીની તારીખ હજુ નક્કી નથી થઈ.

ઉલ્લેખનીય છે કે, અમરોહાની રહેવાસી શબનમે એપ્રિલ 2008માં પ્રેમીની સાથે મળી પોતાના સાત પરિજનોની કુહાડીના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ શબનની ફાંસીની સજા બરકરાર રાખી હતી. રાષ્ટ્રપતિએ પણ તેની દયાની અરજી (Mercy Plea) ફગાવી દીધી હતી. જેથી જો બધું સમય મુજબ થયું તો આઝાદી બાદ શબનમ પહેલી મહિલા કેદી હશે જેને ફાંસી આપવામાં આવશે.

નોંધનીય છે કે, મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. પરંતુ આઝાદી બાદથી અત્યાર સુધી કોઈ પણ મહિલાને ફાંસીની સજા નથી આપવામાં આવી. વરિષ્ઠ જેલ અધીક્ષક શૈલેન્દ્ર કુમાર મૈત્રયે જણાવ્યું કે હજુ ફાંસીની તારીખ નક્કી નથી થઈ. પરંતુ અમે તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરન્ટ જાહેર થતા જ શબનમને ફાંસી આપવામાં આવશે.

જેલ અધીક્ષકના જણાવ્યા મુજબ, પવન જલ્લાદે બે વાર ફાંસીઘરનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. તેમને તખ્તો-લીવરમાં કોઈ તકલીફ નોંધી, જેનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. બક્સરથી ફાંસી માટે દોરડું મંગાવવામાં આવી રહ્યું છે. જો છેલ્લી ઘડીએ કોઈ અડચણ ન આવી તો શબનમ પહેલી મહિલા હશે જેને આઝાદી બાદ ફાંસીની સજા થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો