વડોદરામાં સાયન્ટીસ્ટ યુવતીના મોત મામલે પરિવારનો નિસર્ગ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ, પિતાએ કહ્યું, ‘તટસ્થ તપાસ થવી જોઇએ’

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથીસાયન્ટીસ્ટ યુવતીની તબિયત બગડી હતી. દરમિયાન યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીનું કાલે મોત નિપજ્યું હતું. પોલીસે લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે. 1 જુનના રોજ યુવતીને નિસર્ગ હોસ્પિટલમાં ગુમડાની સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજી હોવાના આક્ષેપ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પિતાએ સર્જરી કરવાની મંજૂરી આપી હતી

આ બનાવની વિગત એવી છે કે, આજવા રોડ ઉપર સાહસ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદિપસિંહ રાવત એમ.આર. તરીકે કામ કરે છે. ભોપાલમાં માખી ઉપર રીસર્ચ કરી રહેલી તેમની દીકરી આકાંક્ષા રાવત લોકડાઉનના કારણે વડોદરા આવી હતી. તેને બેક સાઇડમાં ગુમડું થયું હતું. આથી તેના પિતા તેને 1જુનના રોજ વારસીયા રીંગ રોડ ઉપર આવેલી ઓર્થોપેડિક નિસર્ગ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડો. શ્વેતા શાહે પ્રાથમિક તપાસ કરીને યુવતીના પિતાને જણાવ્યું હતું કે, ગુમડામાં પશ થઇ ગયું છે. નાની સર્જરી કરીને પશ કાઢવું પડશે. પિતાએ સર્જરી કરવાની મંજૂરી આપવા સાથે જણાવ્યું કે, દીકરીને બેભાન કર્યા વિના સર્જરી કરવા સુચન કર્યું હતું. પરંતુ, ડોક્ટરે કહ્યું કે, બેભાન કર્યા વિના સર્જરી શક્ય નથી.

એનેસ્થેસીયા આપતાની સાથે જ તબિયત લથડી

દરમિયાન, આકાંક્ષાને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા હતા. અને ઓપરેશન પૂર્વે તેને એનેસ્થેસીયા આપીને ઓપરેશન કરવાની તૈયારી કરી હતી. પરંતુ, એનેસ્થેસીયા આપતાની સાથે જ આકાંક્ષાના ધબકારા વધી જતાં અને શ્વાચ્છોસ્વાસમાં તકલિફ થતાં તુરત જ તેણે નજીકમાં આવેલી બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર આપ્યા બાદ ફતેગંજ નરહરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું આજે મોત નિપજ્યું હતું.

સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી

જે તે દિવસે પરિવારજનોએ નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે આકાંક્ષાનો જીવ જોખમમાં મુકાઇ ગયો હોવાનો આક્ષેપ મુકી હોબાળો મચાવ્યો હતો. પોલીસને જાણ કરતાં વારસીયા પોલીસ પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આજે યુવતીનું મોત થતાં વારસીયા પોલીસ પહોંચી ગઈ હતી. અને લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

દીકરીને યોગ્ય ન્યાય મળે તેવી આશાઃ આકાંક્ષાના પિતા

આકાંક્ષાના પિતા પ્રદિપસિંહ રાવતે જણાવ્યું હતું કે, ‘મારી દીકરીના મોત માટે નિસર્ગ હોસ્પિટલના તબીબો જવાબદાર છે. મેં પોલીસમાં મારી ફરિયાદ આપી દીધી છે. હું મારી દીકરીને ન્યાય મળે તેવી આશા છે. જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો મને ન્યાય લેતા પણ આવડે છે. હું મેડિકલ લાઇનનો માણસ છું. જનરલ મેનેજર છું. હું ઇચ્છુ છું કે, પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો