શાળાઓ શરૂ કરવાને લઇને કેન્દ્ર સરકારે કરી તૈયારીઓ, જાણો, શું છે કેન્દ્ર સરકારનો પ્લાન

દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે બાળકોના શિક્ષણને પણ અસર પડી રહી છે. જેને લઇ હવે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા શાળા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર એક સપ્ટેમ્બરથી 14 નવેમ્બર વચ્ચે તબક્કાવાર શાળા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જો કે શાળા શરૂ કરવાનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવશે. શરૂઆતમાં હાયર સેકન્ડરી અને કોલેજ શરૂ થશે. પ્રથમ તબક્કામાં ધોરણ-10થી 12ના વર્ગ શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એક સમયમાં જ શાળામાં 33 ટકા વિદ્યાર્થીઓ હશે

ત્યારબાદ ધોરણ-6થી 9ના વર્ગ શરૂ કરાશે. શાળાઓ સિફ્ટમાં શરૂ કરવાની કેન્દ્ર સરકારની વિચારણા છે. અને એક સમયમાં જ શાળામાં 33 ટકા વિદ્યાર્થીઓ હશે. અને વર્ગમાં વિદ્યાર્થીઓને અલગ-અલગ દિવસે બોલાવાનો વિકલ્પ પણ છે. જો કે પ્રાથમિક શાળા શરૂ કરવામાં કોઇ ઉતાવળ નહીં કરાય.

સ્કૂલો ફરીથી ખોલવા અંગેનો સરકારનો પ્લાન

  • રાજ્ય સરકાર પરવાનગી આપે છે કે નહીં તેના આધારે 1 સપ્ટેમ્બર અથવા 5 સપ્ટેમ્બરથી શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
  • પ્રથમ 15 દિવસ માટે ફક્ત ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓને જ સ્કૂલમાં હાજર રહેવાનું કહેવામાં આવશે.
  • ક્લાસના બધા વિદ્યાર્થીઓને એક સાથે સ્કૂલે બોલાવવામાં આવશે નહીં. જો ત્યાં ચાર સેક્શન હોય છે, તો દરેક વૈકલ્પિક દિવસે બે સેક્શનના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવામાં આવશે.
  • બધી સ્કૂલો શિફ્ટ મુજબ ચાલશે. જેમાં સવારે 8 થી11 અને બપોરે 12થી 3 આમ બે શિફ્ટ રહેશે. 11થી 12 વચ્ચેનો એક કલાકનો અંતર સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
  • પ્રાથમિક શાળાઓને હાલ ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે.

મોટાભાગના વાલીઓએ શાળાઓ શરૂ ન કરવાની કરી વાત

કેન્દ્ર સરકાર શાળાઓ સપ્ટેમ્બરથી શરૂ કરવા માટે વિચારી રહી છે. આ મુદ્દે વાલીઓના શું વિચાર છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. જો કે મોટાભાગના વાલીઓનો મત છે કે, કોરોનાના સંક્રમણમાં શાળા શરૂ ન કરવું જોઇએ. શાળામાં કોરોનાની ગાઇડ લાઇનનું સંપુર્ણ પાલન થવું શક્ય નથી.

વાલીઓએ સરકારની શાળા શરૂ કરવાની વિચારણાનો વિરોધ કરતા જણાવ્યું કે, સ્થિતિ એટલી ગંભીર છે કે, સરકાર પર્વની ઉજવણી પર પ્રતિબંધ મૂકે છે તો પછી આવા કોરોનાના સંકટમાં શાળા કેવી રીતે શરૂ કરી શકાય. મોટાભાગના વાલીઓનો મત હતો કે, બાળકોની જિંદગી કરતા શિક્ષણ મહત્વનું નથી. હાલ બાળકોને સુરક્ષિત રાખવાને જ પ્રાથમિકતા આપવી જોઇએ.

ઓગસ્ટ મહિનામાં ભારતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં ભારતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઓગસ્ટ મહિનાના પહેલા 6 દિવસમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અને આ સંખ્યા અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ છે અને ઓગસ્ટ મહિનામાં કોરોનાથી મૃત્યુના મામલે પણ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.

ઓગસ્ટ મહિનાના પહેલા 6 દિવસમાં ભારતમાં 3 લાખ 28 હજાર 903 કેસ નોંધાયા છે. જ્યારે અમેરિકામાં આ સંખ્યા 3 લાખ 26 હજાર 111 છે અને બ્રાઝિલમાં 2 લાખ 51 હજાર 264 છે. આ 6 દિવસોમાં ચાર દિવસ એવા છે જ્યારે ભારતમાં એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 2, 3, 5 અને 6 ઓગસ્ટે ભારતમાં સૌથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સતત વધતા કેસે ચિંતા વધારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો