કોરોનાના કહેર વચ્ચે ખાનગી સ્કૂલ દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે. આ મામલે દેશભરમાં વાલીઓએ અભિયાન શરૂ કર્યો છે.. ત્યારે હવે સોશિયલ મીડિયામાં વાલીઓએ જંગ છેડ્યો છે. `નો સ્કૂલ, નો ફી’ના નામથી વાલીઓએ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે. દેશભરના વાલીઓએ ટ્વીટર પર #EducationEclipse સાથે અભિયાન કર્યો છે. `બંધ સ્કૂલની ફી કેમ આપવી’ તેને લઈને દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે વાલીઓએ 6 મહિનાની ફી માફીની માગ કરી છે. #Save_Gujarat_Students પણ ટ્વિટર પર ટ્રેન્ડિંગ થયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજ્યમાં એક તો શિક્ષણ ખાડે ગયું છે. અને બીજી તરફ ખાનગી શાળાઓના નામે ફેક્ટરીઓ ખુલી છે. જ્યા શિક્ષણનો વેપાર થાય છે અને તે પણ સરકારની રહેમનજર હેઠળ. ખાસ કરીને લોકડાઉનના સમયમાં વાલીઓની મુશ્કેલી વધી છે ત્યારે સરકાર રાહત આપવાને બદલે ઉઠા ભણાવી રહી છે. કારણ કે કોરોના સંકટમાં વાલીઓને રાહત આપવાની જગ્યાએ સરકાર ખાનગી શાળાઓની તરફેણ કરી રહી છે.
શું કહે છે શિક્ષણમંત્રી
ખાનગી સ્કૂલો સામે સરકારે ઢીલી નીતિ રાખી વાલીઓ પર ભારણ વધાર્યું છે. સ્કૂલ બંધ હોવા છતાં ત્રણ મહિનાની ફી ભરવા વાલીઓને આદેશ અપાયો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સપ્ટેમ્બર મહિના સુધી વાલીઓએ ફી ભરવી પડશે. સપ્ટેમ્બર મહિનાની ફી ભરશો તો ચાલશે.આ ઉપરાંત વાલીઓ માસિક હપ્તાથી ફી ભરી શકશે. સાથે સાથે શિક્ષણમંત્રી લોકોને ઉઠા ભણાવી રહ્યાં હોય તેમ કહે છે કે અમે આ વર્ષે ફીમાં વધારો નહીં કરીએ.
15 ઓગસ્ટ સુધી રાજ્યની શાળાઓ બંધ રહેશે
ચાલુ વર્ષની ફીમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવશે નહીં. 15 ઓગસ્ટ સુધી રાજ્યની શાળાઓ બંધ રહેશે. ત્રિમાસિક ફી ભરવા માટે સ્કૂલ સંચાલકો દબાણ કરી શકશે નહીં. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરી શકાશે.એટલે શું શિક્ષણમંત્રી ફીમાં વધારો નહીં કરીને વાલીઓ પર ઉપકાર કરી રહ્યાં છે કે પછી ખાનગી શાળાઓની તરફદારી. જો ત્રણ મહિના સુધી શાળાઓ બંધ રહેવાની હોય તો પછી વાલીઓને ફી ભરવા માટે કેમ આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..