સુરેન્દ્રનગર તરફ આવી રહેલ દંપતીના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ કરનાર લૂંટારુઓને મહિલા પીએસઆઇ હેતલ રબારીએ જાન જોખમમાં મુકીને ઝડપી લીધા

સુરતથી ટ્રાવેલ્સમાં બેસીને સુરેન્દ્રનગર તરફ આવી રહેલી દંપતીના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ કરવાની ઘટના સામે આવી છે. જોકે મહિલા પીએસઆઇ હેતલ રબારીએ જાન જોખમમાં મુકી ને લૂંટારુઓની કારને ઝડપી લીધી છે.

બનાવની વિગત પ્રમાણે પટેલ મહેશભાઈ અને તેમના પત્ની જયાબેન સુરતથી ટ્રાવેલ્સમાં બેસી લિંબડી ઉતર્યા હતા. લિંબડીથી સુરેન્દ્રનગર તરફ આવવા સફારી કારમાં લિફ્ટ લીધી હતી. સફારી કારમાં બેસેલા પાંચ લૂંટારુઓઓએ દંપતી પાસેથી થેલામાંથી ઘરેણાં અને 50 હજાર રોકડા રૂપિયા કાઢી લીધા હતા. આ પછી દંપતીને વઢવાણમાં મહિન્દ્રા શો રૂમ પાસે ઉતારી દીધા હતા.

ઘરેણાં અને રોકડ રકમ સાથે લૂંટારુઓ કારને લખતર તરફ દોડાવી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વાયરલેસ મેસેજ છોડી લખતર-વિરમગામ હાઇવે બ્લોક કર્યો હતો. લખતર હાઇવે ઉપર પૂરપાટ દોડતી સફારી કારનો લખતર પોલીસે પીછો કરતા ફિલ્મી જેવા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. આખરે લખતર પોલીસે કારનો પીછો કરી મહિલા સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા.

મહિલા પીએસઆઇ હેતલ રબારીએ જાન જોખમમાં મુકીને લૂંટારુઓની કારને ઝડપી લીધી હતી. કાર સાથે ઝડપાયેલા શખ્સોને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે લવાયા બાદ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો