હીરા ઉધોગમાં વધતા કેસને લઈને તંત્ર દ્વારા અઠવાડીયાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો વતન જવા મજબૂર બન્યા છે. કામ ન કરે ત્યારે પગાર ન મળતો હોવાથી સુરતમાં ખાવા પિવાના પ્રશ્નો ઉભા થતાં કારીગરો રૂમનો સામાન પેક કરીને વતન જતાં જોવા મળી રહ્યાં છે. કતારગામમાં આવેલા ખાનગી બસના પાર્કિંગમાંથી અને સરકારી બસ વાટે ફરીથી લોકોએ હિજરત શરૂ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રોજી રોટી માટે આવેલા રત્નકલાકારોએ ફરી વતનની વાટ પકડી
કોરોન વાઇરસને લઈને ચાલેલા લાંબા લોકડાઉન બાદ હીરા ઉધોગ શરૂ તો થયો પણ સંક્રમણ વધી જતાં ફરી અઠવાડીયા માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રોગચાળાની દહેશત વચ્ચે કામધંધા બંધ રહેતા રત્નકલાકારો રૂમના સામાન ભરીને વતન જવા નીકળી પડ્યાં છે. રોજી રોટીની તલાશમાં સુરત આવીને વસેલા લોકો કોરોનાના કારણે વતનની વાટ પકડવા મજબૂર બન્યાં છે.
માથે દેવા થઈ જવાની સ્થિતિ
વધતા કેસ અને આવક બંધ હોવાને લઈને પોતાના માથે દેવા થઇ ગયા છે. જેને લઈને રત્નકલાકારો પોતાના પરિવાર સાથે અને પોતાની સુરક્ષા માટે ખાનગી બસ અને એસટીમાં તથા પોતાના ખાનગી વાહનો સાથે વતન તરફ જવા રવાના થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સાથે ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકો સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં રહે છે ત્યારે આ બંન્ને ઝોનમાં સતત વધી રહેલ કેસને લઈને પણ ચિંતિત દેખાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..