સાઉદી અરબમાં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી આપવામાં આવી, આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા, 1980નો રેકોર્ડ તૂટ્યો

સખત નિયમ કાનૂનોને કારણે ચર્ચિત સાઉદી અરબમાં (Saudi Arabia)શનિવારે 81 લોકોને ફાંસીની સજા (executed) આપવામાં આવી છે. અરબ દેશના હાલના ઇતિહાસમાં એકસાથે આટલા લોકોને ફાંસી આપવાનો આ રેકોર્ડ છે. જે લોકોને સજા આપવામાં આવી છે તેમના પર દુષ્કર્મ, હત્યા, પૂજાસ્થળો પર હુમલો, આતંકવાદીઓ સાથે સંબંધો જેવા સંગીન અપરાધ સાબિત થયા છે. જેમાં આતંકવાદી સંગઠન અલ કાયદા (Al-Qaeda), ઇસ્લામિક સ્ટેટ (IS)અને હૂતી (Huthi)સાથે જોડાયેલો લોકો પણ હતા.

સાઉદી પ્રેસ એજન્સીએ સાઉદી અરબના આંતરિક મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે મોતની સજા થયેલા લોકોમાં 73 સાઉદીના નાગરિક હતા. 7 યમનના અને 1 સીરિયોનો નાગરિક હતો. આ લોકો પર ધાર્મિક સ્થળો અને સરકારી સંસ્થાનોને નિશાન બનાવવાનો, સુરક્ષા અધિકારીઓની હત્યા કરવાનો, અપહરણ, ટોર્ચર, બળાત્કાર જેવા આરોપ હતા. આ સિવાય દેશમાં અરાજકતા ફેલાવવાના ઇરાદાથી હથિયારોની તસ્કરી કરવાનો ગુનો પણ સાબિત થયો હતો.

સાઉદી અરબ પોતાના સખત કાનૂનો માટે ઓળખાય છે. જોકે આટલા મોટા પ્રમાણમાં કેદીઓને મોતની સજા પ્રથમ વખત સંભળાવી છે. આ પહેલા 63 લોકોના માથા કાપી નાખવાનો રેકોર્ડ 1980માં બન્યો હતો. ત્યારે એકસાથે આટલા લોકોને મોતની સજા મક્કા મસ્જિદ પર કબજા પછી આપવામાં આવી હતી. 1979માં સાઉદી પ્રચારક જુહેમાન અલ ઓતાયબીના નેતૃત્વમાં લગભગ 200 સલાફી મુસલમાનોએ મક્કા મસ્જિદ પર કબજો કરીને સેકડો લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

હાલના આંકડા જોવામાં આવે તો 2019માં સાઉદી અરબમાં 37 લોકોને મોતની સજા આપવામાં આવી હતી. આ સિવાય 2016ના જાન્યુઆરીમાં 47 લોકોના માથા કાપી નાખ્યા હતા. જણાવી દઈએ કે સાઉદી અરબ દુનિયામાં સૌથી વધારે મોતની સજા આપનાર દેશોમાં સામેલ છે.

એકસાથે 81 લોકોને મોતની સજા આપવા પર સવાલ પણ ઉઠી રહ્યા છે. કેટલાક સંગઠને આ લોકોને સુનાવણીની પુરી તક ના આપી હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે સાઉદી અરબે તેનાથી ઇન્કાર કર્યો છે. સાઉદી મીડિયાના મતે સરકારે કહ્યું કે આરોપીઓને પોતાનો પક્ષ રાખવા માટે વકીલ આપવામાં આવ્યા હતા. ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. 13 જજોએ ત્રણ સ્તરો પર સુનાવણી પછી લોકોને દોષિત માન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો