સેનેટાઇઝરથી હાથ ધોવા મોંઘા પડી શકે છે. કોરોનાકાળમાં દરેક ઘર અને દરેક લોકોના ખિસ્સામાં સેનેટાઇઝર પહોંચી ગયુ છે. કોરોનાથી બચવા માટે સરકાર પણ સેનેટાઇઝર અને સાબૂનો ઉપયોગ કરવાની અપીલ કરી રહી છે. પરંતુ સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ ત્વચાને હાનિ પહોંચાડી શકે છે. ત્વચાની ચામડીની પરત નીકળી પણ શકે છે. સંક્રમણ થઇ શકે છે. આવામાં ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. અમૃતસરમાં 13 વર્ષીય એક બાળક સામે આવ્યો છે, જે સેનેટાઇઝરના વધારે પડતા ઉપયોગના કારણે એગ્ઝીમાં ગ્રસ્ત થઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સેનેટાઈઝરથી તેની ત્વચા ડ્રાઇ એટલે કે શુષ્ક થઈ ગઈ અને હાથની ચામડીનું પડ નીકળવા લાગી. બાળકની માતાના કહેવા પ્રમાણે તે થોડા-થોડા સમય પછી હાથ સાફ કરતો હતો. તેની સારવાર કરી રહેલા ત્વચા વિશેષજ્ઞ ડૉક્ટર અમરજીત સચદેવાના જણાવ્યા પ્રમાણે માનવ ત્વચામાંથી ઘણા પ્રકારના તેલનું સ્ત્રાવ થાય છે. આ તેલ શરીરને શુષ્કતાથી સુરક્ષિત કરે છે.
તેમણે જણાવ્યું કે, સેનેટાઇઝરમાં રહેલ આલ્કોહોલ ત્વચાને નુક્સાન પહોંચાડે છે. તેવી જ રીતે સેનેટાઇઝર બેક્ટેરિયાને નષ્ટ કરે છે. આ ઘણા પ્રકારની બીમારીઓથી માણસને બચાવે છે, પરંતુ તેમા રહેલ માઇક્રોબ્યૂમ્સ ત્વચા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. સેનેટાઇઝર તે બેક્ટેરિયાને પણ નષ્ટ કરી નાંખે છે જે ત્વચા માટે લાભકારી છે.
ડૉક્ટર અમરજીત અનુસાર દરરોજ સેનેટાઇઝરનો પ્રયોગ કરનારા લોકોના હાથ ડ્રાઇ થઇ રહ્યા છે. આથી બચવા માટે લોકો સાબૂનો ઉપયોગ રકો. ઓછામાં ઓછૂ ઘરમાં હોવ ત્યારે તો સાબૂનો જ ઉપયોગ કરો. બહાર છો તો સેનેટાઇઝરનો ઉપયોગ કરી શકો છો. કોશિશ કરો કે પોતાના હાથથી નાક અને મોંને ન અડકશો. ઘરે આવીને સાબૂથી જ હાથ ધોવો. સેનેટાઇઝરથી એગ્ઝીમાં થઇ શકે છે. ખાસ કરીને બાળકોને. ડોક્ટર અમરજીત અનુસાર તેમણે અત્યાર સુધીમાં ઘણા લોકોમાં આ બીમારી જોઇ છે જેનું કારણ છે સેનેટાઇઝર.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..