સંત ઇન્દ્રભારતી બાપુને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ તમામ કથાકાર, ભજનિક અને સાહિત્યકારોને ચેતવણી આપી છે. તમામ લોકોને પાલઘર હત્યાકાંડ મુદ્દે બોલવા અપીલ કરી છે. જે સંદર્ભે તેમને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને માહિતી આપી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
આ વિશે મળતી માહિતી પ્રમાણે, હિંદુ સંત ઇન્દ્રભારતી બાપુએ જે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને ગુજરાતના કથાકાર, ભજનિક અને લોક સાહિત્યકારોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. ગીરનાર મંડળના અધ્યક્ષ, જૂના અખાડાના વરિષ્ટ સંત ઇન્દ્રભારતી બાપુની ચેતવણીના પગલે હાલ મોટી ચર્ચાઓ થવા લાગી છે. તેમણે વીડિયોમાં જણાવ્યું છે કે, પાલઘર સાધુ હત્યાકાંડ મુદ્દે બોલવા કથાકાર, ભજનિક અને લોક સાહિત્યકારને અપીલ કરી છે અને ચેતવણીરૂપે કહ્યું છે કે, પાલઘર હત્યાકાંડ મુદ્દે કોઈ નહિ બોલે તો હું તેમને જાહેરમાં સવાલો પુછીશ. તેવી ચીમકી ઉચ્ચારી છે.
રાજ્ય ભરના કથાકાર, ભજન કલાકાર અને લોક સાહિત્યકારોને આ આ પ્રકારની ચેતવણીના ભાગરૂપે મોટો ચર્ચાનો વિષય બન્યો છે. બાપુએ સોશ્યલ મીડિયામાં વિડિઓ વાઇરલ કરી ચેતણી આપી છે.
શું હતો પાલઘર હત્યાકાંડ ?
મહારાષ્ટ્રના પાલઘરમાં ગઢચિંચલે ગામમાં 16 એપ્રિલે સાધુઓની મૉબલિન્ચિંગનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. સાથે જ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગુરુવારે રાત્રે ભીડે ત્રણ લોકોની માર મારીને હત્યા કરી હતી. જેમાં બે સાધુઓની ઓળખ 70 વર્ષના મહારાજ કલ્પવૃક્ષગિરી, 35 વર્ષ સુશીલ ગિરી મહારાજ અને એક ડ્રાઇવર નીલેશ તેલગાના નામે થઈ હતી.
પાલઘર પોલીસે આ કેસમાં 110 લોકોની ધરપકડ કરી છે. જેમાં નવ લોકો સગીર વયનાં છે. આ કેસમાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ ઘટનાના વીડિયોના કેટલાક નાના-નાના ભાગ વાઇરલ થયા છે. જેમાં સાધુ રોતા-રોતા હાથ જોડીને ભીડ સામે કરગરી રહ્યા છે પરંતુ ભીડમાં સામેલ લોકો જેમના હાથમાં ડંડા છે તેઓ હુમલો કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનો વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં ભારતી બાપુએ જનતા કરફર્યૂને લઈને જનતાને અપીલ કરી છે. કહ્યું કે, જનતા કફર્યૂમાં તમામ લોકોએ સમર્થન આપવું જોઈએ આ સાથે જ તેમણે ખૂબ મહત્વના કામ સિવાય ઘરથી બહાર ન નિકળવાની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..