દેશના ખૂણે ખૂણામાં કોરોના વેક્સિન પહોંચાડવા સંભવિત દાયિત્વને પુરુ કરવા માટે વાયુસેના તૈયાર છે. દૂર દૂરના વિસ્તારમાં વેક્સિન પહોંચાડવાની જવાબદારી સેના પર જ આવવાની છે. વાયુસેના હેડઓફિસે તેને ધ્યાનમાં રાખીને ખાસ હેતુસર વેક્સિનના ટ્રાન્સપોર્ટેશનના રાષ્ટ્રવ્યાપી અભિયાનની રૂપરેખા તૈયાર કરી લીધી છે.
સરકારનો આદેશ મળતાની સાથે તેને લાગૂ કરી દેવાશે. વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે, વેક્સિનની એરલિફ્ટિંગ માટે પરિવહન વિમાનોને ઢાળવાની પદ્ધતિ, વેક્સિન વિતરણના કેન્દ્ર અને લાસ્ટ પોઈન્ટ ડિલેવરી માટે હેલિકોપ્ટર્સના પ્રકાર અને સંખ્યા નક્કી કરવામાં આવી છે.
આવી છે તૈયારી
વેક્સિનના 28 હજાર કોલ્ડ ચેઈન સેન્ટર્સ સુધી વધુ ભાર લઈ જવામાં સક્ષમ કાર્ગો વિમાન જેવા કે C-17 ગ્લોબમાસ્ટર, C-136J સુપર હરક્યૂલિસ અને IL-76 તહેનાત હશે, જ્યારે નાના કેન્દ્ર માટે વર્કહોર્સ AN-32 અને ડોર્નિયર વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. ત્રીજી કડી તરીકે હળવા અને મીડિયમ લિફ્ટના હેલિકોપ્ટર્સને સુરક્ષિત રાખવામાં આવશે. જેમાં ALH, ચિનૂક, ચીતા અને ચેતક જેવા હેલિકોપ્ટર્સની ભૂમિકા રહેશે.
વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, હાલ એવું ન કહી શકાય કે આ મિશનમાં કેટલા લોકો કાર્ગો વિમાન અને હેલિકોપ્ટર્સની જરૂર પડશે કારણ કે વેક્સિન વિતરણની ટાસ્કફોર્સ બન્યા પછી જ જરૂરિયાત નક્કી થશે. પણ હાલ વાયુસેના 100થી વધુ વિમાન અને હેલિકોપ્ટર્સને આ મિશન માટે આરક્ષિત કરવાની યોજના અંગે કામ કરી રહી છે.
અધિકારીએ કહ્યું કે, વાયુસેનાને વેક્સિન ટ્રાન્સપોર્ટેશનનો પૂરતો અનુભવ છે. બે વર્ષ પહેલા જ મીજલ્સ અને રૂબેલાની વેક્સિન લોકો સુધી પહોંચાડવામાં વાયુસેનાએ મહત્વમની ભૂમિકા અદા કરી હતી. આ કામ યુદ્ધ સ્તરે અથવા તો ઠીક એવી રીતે કરવામાં આવશે જે રીતે નોટબંધીના સમયે વાયુસેનાએ બેન્કો સુધી કરન્સી પહોંચાડી હતી અથવા પેટાચૂંટણીના સમયે જે રીતે અમુક વિસ્તારોમાં EVM અને કર્મીઓને પહોંચાડવા માટે મિશન ચલાવવામાં આવે છે.
રાહત કાર્યો પર નજીકથી દેખરેખ રાખતા વાયુસેનાના પૂર્વ અધિકારી ગ્રુપ કેપ્ટન સંદીપ મેહતાએ જણાવ્યું કે, ટાસ્કફોર્સમાં સંબંધિત મંત્રાલયોના અધિકારીઓ અને સહાયતા કરનાર દળના પ્રતિનિધિઓને રાખવામાં આવે છે.
આ મામલામાં રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને વાયુસેનાના પ્રતિનિધિઓની ટાસ્કફોર્સ બનશે જે 24 કલાક એ વાત પર નજર રાખશે કે વેક્સિન સમયસર એરપોર્ટ પર પહોંચે, તેને વિમાનમાં લોડ કરનાર કુશળકર્મી પૂરતી સંખ્યામાં હાજર રહે અને કોલ્ડ ચેનમાં ડિલેવરી લેનાર કુશળકર્મી વેક્સિનની પેટીઓને સુરક્ષિત ઉતારી શકે.
વેક્સિનના ફાર્માસ્યૂટિકલ્સ કંપની સાથે ડ્રાઈ આઈસ બોક્સમાં પેક થઈને મળશે પણ તેનો આકાર અને હેન્ડલિંગ સંબંધી જરૂરિયાત વાયુસેનાના સ્તરે નક્કી થશે.
અધિકારીએ કહ્યું કે, વાયુસેનાએ આ રણનીતિ તૈયાર કરતી વખતે એ વાતનું પુરેપુરુ ધ્યાન રાખવાનું છે કે લદ્દાખમાં ચાલી રહેલી સૈન્ય સ્થિતિની આપૂર્તિ પર સહેજ પણ અસર ન થાય. સૈન્ય અને વેક્સિન બન્ને જ મિશનોને એક સમાન મહત્વ આપવા અને એ જ પ્રમાણે સંસાધન લગાવવાનો રોડમેપ બનાવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..