કોરોના સામેની લડાઈમાં રિલાયન્સે રૂ. 500 કરોડ આપવાની જાહેરાત કરી, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે પણ પાંચ પાંચ કરોડ દાન આપશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ આજે કોરોના વાયરસ સામેની દેશની લડાઈને ટેકો આપવા પ્રધાનમંત્રીની અપીલ પર પીએમ કેર્સ ફંડમાં રૂ. 500 કરોડનું દાન કરવાની જાહેરાત કરી હતી. આરઆઈએલએ પીએમના ફંડમાં નાણાકીય પ્રદાન કરવા ઉપરાંત એવી જાણકારી પણ આપી હતી કે, કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બંનેની રાજ્ય સરકારોને કોવિડ-19 સામેની તેમની લડાઈમાં ટેકો આપવા રૂ. 5 કરોડ – રૂ. 5 કરોડ પણ આપ્યાં છે.

પીએમ કેર્સમાં 500 કરોડના દાન સિવાય ગુજરાત મુખ્યમત્રી રીલિફ ફન્ડ તેમજ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રીલિફ ફન્ડમાં પાંચ પાંચ કરોડ રૂપિયા રિલાયન્સ આપશે. તે સિવાય હેલ્થકેર સાથે જોડાયેલા કર્મચારીઓને દરરોજ એક લાખ માસ્ક પહોંચાડવાની જોગવાઇ કંપનીએ કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે કોવિડ-19 પડકાર સામેના ભારતના પ્રતિસાદને સહાયરૂપ બનવા માટે પ્રતિબધ્ધ છે અને જ્યાં સુધી આ પડકાર પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સહાયને વધારે મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસની કટોકટી પર ખૂબ જ ઝડપથી વિજય પ્રાપ્ત કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સમગ્ર ટીમ આ કટોકટીની પળે દેશની સાથે છે અને કોવિડ-19 સામેની લડાઇને જીતવા માટે બધું જ કરી છૂટશે.”

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે રાષ્ટ્ર એક થઇ રહ્યું છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન ખાતે અમે તમામ લોકો આપણા દેશવાસીઓ અને મહિલાઓની સાથે છીએ, ખાસ કરીને ફ્રંટલાઇન પર રહેલા લોકોને અમારો સંપૂર્ણ સહયોગ પૂરો પાડવા માટે પ્રતિજ્ઞા લઇએ છીએ.

અમારા ડોક્ટરો અને સ્ટાફે ભારતની પ્રથમ કોવિડ-19 હોસ્પિટલ બનાવવામાં મદદ કરી છે અને કોવિડ-19ની સઘન ચકાસણી, પરીક્ષણ, બચાવ અને સારવારમાટે અમે સરકારને મદદ કરવા માટે પ્રતિબધ્ધ છીએ.”

“આપણાં વંચિત અને રોજમદાર સમુદાયને મદદ કરવાની તાતી જરૂરીયાત છે. અમારા ભોજન વિતરણ કાર્યક્રમના માધ્યમથી, અમે દેશભરમાં દૈનિક ધોરણે લાખો લોકોને જમાડીએ છીએ,” એમ શ્રીમતી નીતા અંબાણીએ ઉમેર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો