ચીનને માત આપવા એપ્પલ બનાવશે Made in India ‘iPhone’ તમામ પાર્ટસ ભારતમાં જ બનશે

એપ્પલે તાજેતરમાં જ પોતાનો સૌથી સસ્તો આઇફોન iPhone se 2020ને રજૂ કર્યો હતો. હવે ખબર છે કે iPhone se 2020 ભારતમાં જ મેન્યુફેક્ચર થશે. ભારતમાં આઇફોન મેન્યુફેક્ચર થવાથી કંપનીને પણ ફાયદો થશે, જેથી તેને 20 ટકા આયાત ટેક્સ આપવો નહી પડે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર એપ્પલ તાઇવાનના મેન્યુફેક્ચર વિસ્ટ્રોન (Wistron) સાથે આ માટે વાત કરી રહી છે. જેથી ભારતમાં આઇફોન એસઇ 2020ને પ્રોડક્શન માટે પાર્ટસ ઉપલબ્ધ કરાવી શકાય. વર્ષ 2017માં જ એપ્પલે ભારતમાં આઇફોનના કેટલાક મોડલ્સને મેન્યુફેક્ચર કરવાનું શરૂ કરી દીધુ હતું. તેના પછી વર્ષ 2019માં એપ્પલે આઇફોન XRનું પ્રોડક્શન ભારતમાં શરૂ કર્યું હતું.

ધ ઇન્ફોર્મેશનની રિપોર્ટ અનુસાર આગામી મહિનાથી એપ્પલે ચીનના સપ્લાઇને iPhone SE (2020)ના પાર્ટસને તાઇવાનની કંપની Wistronને સપ્લાઇ કરવા માટે કહ્યું છે. આ પગલાથી એપલને આયાત કર આપવાનો રહેશે નહી. તમને જણાવી દઇએ કે, એપ્પલનો પ્રથમ મેડ ઇન ઇન્ડિયા આઇફોન iPhone SE જ છે.

તમને જણાવી દઇએ કે, iPhone SE (2020)ને ભારતમાં 42,500 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોંચ કરવામાં આવ્યો છે. આ ફોન 64 જીબી, 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ વોરિઅંટમાં ઉપલબ્ધ છે. ફોનમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ છે જેમાથી એક સિમ ઇ-સિમ છે. આ સિવાય નવા આઇફોનમાં વાયરલેસ ચાર્ઝીંગનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો