ચીનની નાપાક પ્રવૃતિઓને કારણે છેલ્લા કેટલાંક સમયથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. કોરોના વાઇરસ રૂપી સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાવીને લાખો નિર્દોષ માનવીના ભોગ લીધા છે. વિશ્વના અર્થતંત્રને ડામાડોડ કરી મુક્યું છે.ચીની હિન્દી ભાઇ ભાઇની વાતો કરીને અવાર-નવાર ભારત દેશની સરહદોમાં ઘુસીને આર્થિક નુકશાન પહોંચાડી રહ્યું છે. તેમજ યુવા પેઢીને બરબાદ કરવા માટે અવનવા ગતકડા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
15મી જૂને ચીને હુમલો કર્યો હતો
ગત 15મી જૂનના રોજ ચીની સૈનિકોએ પાછળથી હુમલો કરીને 20 જવાનોને મોતઘાટ ઉતારી દીધા છે.ત્યારે દેશની જનતા ભેગા મળીને ચાઇનીઝ વસ્તુઓ બહિષ્કાર કરીને જળબાતોડ જવાબ આપવા સહયોગ આપવો જોઇએ.તેના ભાગરૂપે પેટલાદ સોજીત્રા તાલુકા સહકારી સંધ દ્વારા ચાઇનીઝ ટીકટોકને રિમૂવ કરો અને 250 ગ્રામ સુકોમેવો મફત મેળવો નવતર પ્રયાગો કરીને રાષ્ટ્રપ્રેમની સાથે સાથે દેશની યુવા પેઢીને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જેનેલઇ ચરોતર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
ભારતીઓએ સ્વદેશી વસ્તુઓ અપનાવી પડશે
ચીન દ્વારા વિશ્વની યુવા પેઢીને બરબાદ કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા અવનવા અખતરા કરવામાં આવે છે.ચીન દ્વારા સોશિયલ મીડિયા ઉપર મુકવામાં આવેલ ટીકટોક યુવા પેઢીને બરબાદ કરી દેશને આર્થિક નુકસાન પહોચાડવાનો ભૂમિ અપનાવ્યો છે. ટીકટોકનો ઉપયોગ યુવાપેઢી કરી રહી છે. જેની અસર દેશની ભાવિ પેઢીના અભ્યાસ પર પણ વરતાઈ રહી છે સાથે સાથે આપણા દેશના 20 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દેનાર ચીનને પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે. તે માટે દેશની જનતાએ આત્મનિર્ભર બની ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા આગળ આવવું પડશે અને સ્વદેશી વસ્તુઓ બનાવી દેશના આત્મનિર્ભર બનાવવા માટે પેટલાદ સોજીત્રા તાલુકા ખરીદી વેચાણ સંધના ચેરમેન તેજસ પટેલ જણાવ્યું હતું.
દેશની ભાવિપેઢીએ ટીકોટોક રીમુવ કરી ચીને જવાબ આપવાનો નવતર પ્રયોગ
ચીન દ્વારા અવારનવાર દેશને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેમજ સરહદો પર ઘૂસણખોરી કરીને નિર્દોષ સૈનિકોનૈ મોતને ઘાટ ઉતારે છે ત્યારે દેશના નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે કે તમામ વસ્તુઓનો સામૂહિક બહિષ્કાર કરીએ જેના ભાગરૂપે પેટલાદ સોજીત્રા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ચરોતર ની યુવા પેઢીને જાગૃત કરવા માટે ચાઇના ના ટીકટોક દૂર કરવાના હેતુથી ચાઇના ટીકટોક રીમુવ કરો અને 250 ગ્રામ સૂકોમેવો મફત મેળવો એવો નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે.દેશની જનતા સ્વદેશી વસ્તુઓ અપનાવશે તો દેશનું અર્થતંત્ર મજબુત બનશે.તેમજ ચીનની શાન પણ ઠેકાણે આવશે- તેજસ પટેલ,ચેરમેન પેટલાદ-સોજીત્રા તાલુકા ખરીદી વેચાણ સંધ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..