રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી 100 બેડ ધરાવતી હોસ્પિટલ સેટઅપ કરી

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના નેજા હેઠળનું NGO રિલાયન્સ ફાઉન્ડેશન તેના ઉત્તમ કામો માટે હંમેશા ચર્ચામાં રહ્યું છે. આજે દેશ-વિદેશમાં ચોતરફ કોરોનાનો ભય ફેલાયેલો છે અને તેવામાં રિલાયન્સ ફાઉન્ડેશને દેશને સૌપ્રથમ કોવિડ-19 હોસ્પિટલ સેવામાં અર્પિત કરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે. RILએ આ વિશે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે. RILએ કહ્યું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને COVID-19ના દર્દીઓ માટે એક વિશેષ રીતે 100 બેડનો હોસ્પિટલ સેટઅપ કર્યો છે.

દરેક બેડ પર જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર –

રિલાયન્સે કહ્યું છે COVID-19ને લઈને ભારતની આ પ્રથમ ડેડિકેડેટ હોસ્પિટલ છે. જેનું બધું ફંડિંગ રિલાયન્સ ફાઉન્ડેશન કરશે. આ બધા બેડ પર જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેન્ટીલેટર્સ, પેસમેકર, ડાયલિસિસ મશીન અને મોનિટરિંગ મશીન જેવી બાયોમેડિકલ્પ ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર સરકારને 5 કરોડ રુપિયા આપ્યા

આ સિવાય કોરોના વાયરસ પ્રભાવિત દેશોથી આવનાર યાત્રીઓ માટે વિશેષ રીતે મેડિકલ સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેથી તેમને કોરેન્ટાઇન કરવામાં આવી શકે. કંપનીએ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર ફંડમાં પણ 5 કરોડ રુપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે.

પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ વધારવાની તૈયારી

રિલાયન્સે કહ્યું છે કે તે પેસમેકરની ક્ષમતાને વધારીને 1 લાખ પ્રતિદિન કરવામાં લાગી ગઈ છે. કંપની અન્ય પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પણ તૈયાર કરી રહી છે. જેથી દેશમાં સુવિધાઓની ખોટ ના થાય.

ઉપરાંત રિલાયન્સ દ્વારા બધા ઇમર્જન્સી વાહનોને મફત ઇંધણ પુરું પડાશે જેથી કોરોના વાઇરસનાં પૉઝિટીવ કેસિઝનાં દર્દીઓને અનિવાર્ય સ્થળોએ આવન જાવન કરવામાં સરળતા રહે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ સાથે કામ કરતાં બધાં જ કોન્ટ્રેક્ચુઅલ તથા હંગામી કામદારોને તેમનું વેતન ચુકવવામાં આવશે તથા જેઓ મહિને 30 હજારથી ઓછું કમાતા હશે તેમને બમણો પગાર ચુકવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો