રીંગણાનો ઓળો તો તમે ખાધો જ હશે હવે ટ્રાય કરો દુધીનો ઓળો, જાણો બનાવવાની સરળ રીત

રીંગણાનો ઓળો ખાસ કરીને ગુજરાતીની પસંદગીના શાકમાંથી એક માનવામાં આવે છે. આ શાક દેશભરમાં લોકો ખૂબ પસંદ કરે છે. તેને ગુજરાતમાં રીંગણાનો ઓળો અને અન્ય જગ્યાએ તેને બેંગનના ભરથા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શુ તમે ક્યારેય દુધીનો ઓળો ટ્રાય કર્યો છે તો આજે અમે તમારા માટે દુધીનો ઓળો કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવીરીતે બનાવાય દુધીનો ઓળો.

સામગ્રી

  • 50 ગ્રામ- દૂધી
  • 1/2 બાઉલ – વટાણા
  • 3 ચમચી – તેલ
  • 1/2 ચમચી – રાઈ
  • 1/2 ચમચી – જીરું
  • 1/2 ચમચી – હીંગ
  • 1 ચમચી – લસણની પેસ્ટ
  • 1 ડુંગળી – ઝીણી સમારેલી
  • 2 લીલા મરચાં – ઝીણા સમારેલા
  • 1 નંગ – સમારેલા ટામેટા
  • 1/2 ચમચી – હળદર
  • 1 ચમચી – લાલ મરચું
  • 1/2 ચમચી – ધાણાજીરું
  • 1/2 ચમચી – ગરમ મસાલો
  • સ્વાદાનુસાર – મીઠું
  • 1 ચમચી – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ દૂધીને છોલી તેના મોટા ટુકડા કરી બાફી લો. દુધી બફાઈ જાય એટલે તેને મસળી લો. હવે ગેસ પર એક પેન માં તેલ ગરમ કરો તેમા રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે જીરું અને હીંગ નાખો. હવે તેમા લસણની પેસ્ટ નાખી સાતળી લો અવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી સાથે વટાણા પણ ઉમેરી દો. ડુંગળી ગુલાબી રંગની થઈ જાય અને વટાણા ચઢી જાય પછી મસાલા ઉમેરો. હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું નાખી મસાલો બરાબર સાંતળી લો. ત્યાર બાદ તેમાં સમારેલું ટામેટું નાખો. ટામેટું ગળી જાય પછી બાફીને ક્રશ કરેલી દૂધી નાખો તેને 5 થી 7 મિનિટ થવા દો. હવે ઉપરથી તેમાં કોથમીર નાખો તૈયાર છે દ્દૂધીનો ઓળો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો