કોરોનાની મહામારીએ ‘પહેલો સગો પાડોશી’ કહેવતને બદલી નાખી છે. પરંતુ કોટ વિસ્તારમાં આવેલા દરિયાપુરની પોળમાં રહેતા વિજય ડાભીએ કોરોનાની મહામારીમાં મિત્રની મદદે ઉભા રહી સાચી મિત્રતા નિભાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિજયે મિત્ર પ્રતિક પ્રજાપતિની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનું ઘર ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યું હતું. માતાને કોરોના થતાં સાંભળીને જ પિતાનું અચાનક જ હાર્ટએટેકથી મૃત્યુ થાય છે. માતાને કોરોના અને પિતાનું અકાળે મૃત્યુ થતાં પડી ભાંગેલા પ્રતિકની મદદે આવી વિજય 12 દિવસ સુધી પીપીઈ કીટ પહેરી પ્રતિકના ઘરે ટિફિક અને અડધો કલાક તેની સાથે દરરોજ વાત કરીને સાંત્વના આપતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હું તેની મદદે ગયો તો પ્રતિકે તું કેમ અહીં આવ્યો તને ચેપ લાગશે એમ કહીં પરત જવા કહ્યું હતું
જીવદયાપ્રેમી વિજય ડાભીએ જણાવ્યું હતું કે, દરિયાપુરમાં ‘પોળમાં સાથે રમી મોટા થયેલા મિત્ર પ્રતિક પ્રજાપતિનો ફોન પર કહ્યું કે, મારી મમ્મીને કોરોના પોઝિટવ આવ્યો છે. કોરોનાને લઇ ઘરના સભ્યો ના પાડતા હોવા છતાં મિત્રની તકલીફમાં સાથ દેવા તેના ઘરે જવાનું નક્કી કર્યું. પીપીઈ કીટ ખરીદીને તેને પહેરીને જ્યારે હું તેની પોળમાં ગયો ત્યારે લોકો મને એ નજરે જોઈ રહ્યાં હતા જાણે મેં કોઈ મોટુ પાપ કર્યું હોય. ઘરે જતા પ્રતિકે કહ્યું કે તુ કેમ અહીં આવ્યો તને ચેપ લાગશે તો એવું કહીને મને પાછુ જવાનું કહ્યું પણ મેં તેને કહ્યું કે, તું ડરીશ નહી હું પુરતી સાવધાની સાથે આવ્યો છું અને મને કઈ નહીં થાય. તારે શું તકલીફ છે એ કહે. પ્રતીકે કહ્યું કે, માતા તો એસવીપીમાં દાખલ છે પરંતુ હાલ ઘરમાં ખાવાની પીવાની વસ્તુ ખુટી પડી છે. વિજયે ટિફિન કાલથી આવી જશે તેવું કહ્યું હતું. અને પછી દરરોજ PPE કીટ પહેરી ટિફિન આપી મિત્રતા નિભાવી હતી.
ડોક્ટરે ફોનમાં કહ્યું ‘તમારા મમ્મી નહી બચે’,આ સાંભળી પિતાનું હાર્ટએટેકથી મૃત્યુ
2 મેએ પ્રતિકની માતાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસની સારવાર બાદ એસવીપીમાંથી ડૉક્ટરનો ફોન આવ્યો કે, તમારા મમ્મીને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડી રહી છે અને ગમે ત્યારે તેઓ મૃત્યુ પામી શકે છે. આ સાંભળતા જ આખો પરિવાર ચોધાર આંશુએ રડવા લાગ્યો. આ સમયે વિજય ડાભીએ પ્રતીકને ખૂબ હિમંત આપી કે તારા માતાને કહી નહી થાય. પરંતુ પ્રતિકના પિતા આ સમાચાર સહન ના કરી શક્યા અને તેમને હાર્ટએટેક આવ્યો અને 5 મેએ અવસાન પામ્યા હતા. પિતાનું અચાનક અવસાન, માતાની હાલત ગંભીર, ઘરમાં ખાવાના ફાફા અને પાડોશી તરફથી સાથ ન મળતાં આ તમામ પરિસ્થિતિ વચ્ચે 12 દિવસ સુધી પીપીઈ કીટ પહેરી તેના ઘરે બપોરે અને સાંજે ટિફિન આપવા જતો અને અડધી કલાક તેની સાથે બેસીને તેનું મન હળવુ થાય અને હિંમત મળે તેવી વાતો કરતો હતો.
પિતાનો રિપોર્ટ નેગેટિવ છતાં કોઈ કાંધ આપવા તૈયાર નહોતુ
મમ્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમારા પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા અને બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે પિતાનું અવસાન થયુ ત્યારે તેમને નેગેટિવ રિપોર્ટ આવી ગયો હતો. પરંતુ આ વાત આજુબાજુના લોકો સમજવા જ તૈયાર નહોતા. સરકારના નિયમો મુજબ ઓછા માણસો સાથે પિતાની અંતિમવિધિ કરવાનું નક્કી કર્યુ હતું. જો કે હૈયુ ત્યારે ભરાઈ આવ્યું કે મારા પિતાની નનામીને કાંધો આપવા પણ લોકો તૈયાર ના થયા છેલ્લે પ્રતીક, તેના જીજાજી, પાડોશી કાકા અને વિજય ડાભીએ મારા પિતાની નનામીને કાંધ આપી હતી.
મમ્મી સાજી થઈને પાછી આવી પછી 20 દિવસે પપ્પાના અવસાનના સમાચાર આપ્યા
એસવીપીમાંથી તેની માતાને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડતા ઓક્સિજન પર રખાયા ત્યારે પિતાનું અવસાન થઈ ચૂક્યું હતુ. આ અંગે ડૉક્ટર સાથે જ્યારે પ્રતિકે પિતાના અવસાન અંગે વાત કરી તો ડૉક્ટરે કહ્યું કે, ‘તમારી માતા આમ પણ જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. તેવામાં જો પતિના અવસાનના સમાચાર સાંભળશે તો આઘાતના કારણે મૃત્યુ થઈ શકે છે.જેથી જ્યાં સુધી તેમની સ્થિતિ ના સુઘરે તમે ના જણાવશો. સારવાર લઈને ઘરે આવી ત્યાર બાદ પણ સાત દિવસ સુધી પપ્પા બહાર ગયા છે એવું કહીને મમ્મીને જુઠુ બોલતા હતા. છેવટે ડોક્ટરે હા પાડતા પપ્પાના મૃત્યુના 20માં દિવસે સગા-સંબંધીઓને બોલાવી માતાને દુ:ખદ સમાચાર આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..