ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચી મરાતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ગરીબોનો કોળિયો છીનવનાર સામે કોઈ કાર્વાહી થશે કે કેમ તે પ્રશ્ન તંત્રના જવાબની રાહ જોતો ઉભો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરતમાં સરકારી અનાજ સગેવગે કરતો વીડિયો વાયરલ થયો છે. અનાજ સગેવગે થવાનો જાગૃત નાગરિકો વીડિયો બનાવી વાયરલ કર્યો છે. મોપેડ ઉપર સરકારી અનાજનું વહન કરાઇ રહ્યું છે. રોજીંદુ અનાજ મોપેડ પર સગેવગે કરવામાં આવી રહ્યું છે.
સુરતમાં સરકારી અનાજ સગેવગે કરતો વીડિયો વાયરલ. મોપેડ ઉપર કરાઇ રહ્યું છે સરકારી અનાજનું વહન. દુકાનમાંથી 3 કટ્ટા અનાજ લઇ જતો વીડિયો વાયરલ. દુકાનદાર કોને અનાજ આપે છે તે તપાસનો વિષય.#Surat @CMOGuj @vijayrupanibjp #VideoVrial pic.twitter.com/IPcfZwvqzz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 12, 2020
દુકાનમાંથી 3 કટ્ટા અનાજ લઇ જતો વીડિયો વાયરલ
દુકાનમાંથી 3 કટ્ટા અનાજ લઇ જતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે દુકાનદાર કોને અનાજ આપે છે તે એક તપાસનો વિષય છે. સરકારી બાબુઓ તપાસ કરશે કે કેમ તે એક મોટો સવાલ છે.
સળગતા સવાલ
- જાહેરમાં અનાજ સગેવગે થાય છે તો તંત્ર શું કરે છે?
- સરકારી બાબુઓની કોઈ જવાબદારી નથી?
- આવું તો કેટલુંય અનાજ બારોબાર સગેવગે થતું હશે?
- દુકાનદાર સામે તપાસ થશે કે પછી ભીનું સંકેલાઇ જશે?
- ગરીબોના કોળીયા છીનવી લેનારા સામે કોઈ કાર્યવાહી થશે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..