ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ પછી સમગ્ર દેશમાં રોષ છે. દરેક તરફથી આરોપીઓને ફાંસી આપવાની માગણી કરવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ હોવા છતાં પણ લોકો રોડ પર દેખાવો કરી રહ્યા છે. જોકે સતત બળાત્કારોના સમાચારો પ્રકાશમાં આવી રહ્યા છે. વાંચો 4 રાજ્યમાંથી રિપોર્ટ…
1. ખરગોનઃ પાણી માગવાના બહાને ઘરમાં ઘૂસ્યા, ભાઈને માર્યો અને 15 વર્ષની છોકરી સાથે ગેંગરેપ કરીને ભાગી ગયા
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાથી 60 કિલોમીટર દૂર ઝિરન્યા તાલુકામાં 15 વર્ષની છોકરીનું અપહરણ અને ગેંગરેપની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. 3 આરોપી ફરાર છે. પીડિત 19 વર્ષના ભાઈની સાથે ઝૂંપડી બનાવીને રહે છે. બંને એ જ ખેતરમાં મજૂરી કરી છે.
ભાઈએ જણાવ્યું હતું કે મંગળવારે રાતે 1 વાગ્યે ત્રણ યુવક આવ્યા, તેમણે પીવા માટે પાણી માગ્યું. પાણી લીધા પછી ત્રણે ચાલ્યા ગયા. દસ મિનિટ પછી ત્રણે પરત આવ્યા અને આ વખતે દારૂ માગ્યો. આ અંગે ના પાડવા પર ત્રણે બહેનને ઉઠાવીને લઈ ગયા. મેં વિરોધ કર્યો તો મને લાકડીથી માર માર્યો. મારું ગળું દબાવી રહ્યા હતા. મને લાગ્યું કે હું નહિ બચું. જોકે મને છોડીને ભાગી ગયા.
2. ખંડવાઃ 11 દિવસ સુધી ખેતરમાં રાખીને દુષ્કર્મ કર્યું, પછી જંગલમાં છોડીને ભાગ્યો યુવક
મધ્યપ્રદેશના જ ખંડવામાં સગીર છોકરી સાથે દુષ્કર્મ કરીને તેને જંગલમાં છોડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખાલવા વિસ્તારમાં રહેતી છોકરીની મેળામાં 19 વર્ષના રાજકુમાર કોરકુ સાથે મુલાકાત થઈ હતી. એ પછી 11 દિવસ સુધી રાજકુમારે કિશોરીને પોતાની સાથે રાખી દુષ્કર્મ કર્યું હતું. એ પછી છોકરીને પુનાસા જંગલમાં છોડીને ભાગી ગયો. રાજકુમારની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
3. સીકરઃ બ્લેક મેઇલ કરીને 15 વર્ષની છોકરી સાથે 9 મહિના સુધી રેપ કરતા રહ્યો, ફરિયાદ થતાં મા-ભાભીને ઉઠાવીને લઈ ગયાં
રાજસ્થાનના સીકર જિલ્લામાં 15 વર્ષની છોકરીની સાથે 9 મહિના સુધી દુષ્કર્મ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલામાં આરોપીઓનો આત્મવિશ્વાસ એટલા માટે વધી ગયો છે કે પોલીસ ફરિયાદ કર્યા પછી પણ પીડિતાની માતા અને ભાભીને કેસની પતાવટ માટે ઘરમાંથી ઉઠાવીને લઈ ગયા.
પીડિતાએ જણાવ્યું હતું કે આરોપી ભીંવારામ એક વખત પિતાને મળવા માટે આવ્યો હતો. તેણે છેતરપિંડી કરીને પિતાને ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી અને રૂમમાં પૂરીને રેપ કર્યો. વિડિયો પણ બનાવ્યો. 9 મહિના સુધી બ્લેક મેઇલ કરીને દુષ્કર્મ કરતો રહ્યો. તેણે પોતાના એક દોસ્તને પણ આ વિડિયો આપી દીધો હતો.
4. જયપુરઃ બાઈક પર આઠમા ધોરણની વિદ્યાર્થિનીને કિડનેપ કરીને રૂમે લઈ ગયો, 3 લોકોએ રેપ કર્યો
રાજસ્થાનના જયપુરના આમેર વિસ્તારમાં ત્રણ મજૂરોએ શાળામાં જઈ રહેલી કિશોરીને કિડનેપ કરીને ગેંગરેપ કર્યો. એસીપી સૌરભ તિવારીના જણાવ્યા પ્રમાણે, 8મા ધોરણમાં ભણતી બાળકી બુધવારે બપોરે શાળામાં જઈ રહી હતી. જિતુ અને વિક્રમ નામના બે યુવક બાઈક પર આવ્યા અને તેને બેસાડીને ભાડાના રૂમમાં લઈ ગયા. અહીં કાલુ નામનો એક યુવક પહેલેથી જ હાજર હતો. ત્રણેયે બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું અને કોઈને કહેશે તો જીવથી મારી નાખવાની ધમકી આપી. ત્રણેયને ઝડપી લેવાયા છે.
5. અજમેર- મહિલાના મોઢાંમાં કપડું નાખીને 8 કલાક સુધી ગેંગરેપ કર્યો
રાજસ્થાનના અજમેરમાં દલિત મહિલા સાથે ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. આરોપીઓએ મહિલાને 8 કલાક સુધી બંધક બનાવીને રાખી હતી. પીડિતે પોલીસને જણાવ્યું હતું કે તે પિયર જઈ રહી હતી ત્યારે તેને ટીપુ સુલ્તાન મળ્યો. તે ભોળવીને તેને ખેતરમાં લઈ ગયો. અહીં ટીપુ સાથે બે સાથી પહેલેથી હાજર હતા. ત્રણેય મળીને તેના મોઢામાં કપડું નાખી દીધું. 8 કલાક સુધી દુષ્કર્મ આચર્યું અને ત્યાર પછી ત્રણેય આરોપી તેને તેની ઘરની પાસે છોડીને ચાલ્યા ગયા. કોઈને કહેશે તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
6. લખીસરાયઃ નવમા ધોરણના વિદ્યાર્થીએ તેની બહેનની બહેનપણીને ભોળવીને બોલાવીને દુષ્કર્મ આચર્યું, પીડિતે ફાંસી લગાવી
બિહારના લખીસરાય જિલ્લામાં નવમા ધોરણના વિદ્યાર્થીએ તેની બહેનની બહેનપણીને ભોળવીને ઘરે બોલાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું. આ ઘટનાથી વિદ્યાર્થીની એટલી હદે દુઃખી થઈ ગઈ હતી કે તેણે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. આરોપી કિશોર છે અને તેના પિતા CRPFમાં છે. આરોપી ફરાર છે.
7. રાંચીઃ 60 વર્ષના વૃદ્ધે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું
ઝારખંડના રાંચીમાં 60 વર્ષના મકાનમાલિકે ભાડૂઆતની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે. બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત સ્થિર છે. બાળકીનાં માતા-પિતા ઈંડાં વેચવાનું કામ કરે છે. બુધવારે બન્ને બહાર ગયાં હતાં, એ દરમિયાન જ આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી દીનાનાથ શર્માની ધરપકડ કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..