સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં સવારે મંગળા આરતી દરમ્યાન ભગવાનને ધરાવેલ વાંસળી આપોઆપ નીચે પડી ગઈ હતી. આ ઘટનાને લઈ નગરજનો અને શ્રધ્ધાળુ વૈષ્ણવો પોત પોતાની રીતે મૂલવી તેના ગુઢાર્થ અને સાંકેતિક પરિણામોની ચર્ચાએ ચઢ્યા છે. રથયાત્રા બાદ બીજી જ સવારે બનેલ આ ઘટના પરમેશ્વરનો કોપ વર્ષાવશે કે કૃપાની વાતોથી શ્રધ્ધાળુ દર્શનાર્થીઓના મનને ઘેરી વળી છે. દરરોજ મંદિરની વેબસાઈટ ઉપરથી હજારો દર્શનાર્થીઓ નિત્ય મંગળા આરતી દર્શન કરે છે અને તેના વીડિયો લાખો શ્રધ્ધાળુઓ સુધી પહોંચે છે. આજે પણ લાખો દર્શનાર્થીઓ આ ઘટના ઓનલાઈન જોઈ છે. જેમાં 7 કલાક 3 મિનિટ અને 15 સેકન્ડે વાંસળી પડી હતી. સમગ્ર ગુજરાતના લોકો આ બાબતને લઈ ચિંતામાં છે. જોકે એક સનાતન સત્ય છે કે કાળ ગમે તે હોય પણ તે કૃષ્ણ ભક્તોને સ્પર્શી શકતો નથી એ માન્યતા કૃષ્ણભક્તોમાં દ્રઢ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભૌતિક રીતે જોઈએ તો કદાચ પ્રભુની વેણુને ચોંટાડવામાં લગાવ(મીણ) ઓછો પડ્યો હશે કે કોઈ અન્ય કારણ થયું હશે તેમ માની આ ઘટનાને સામાન્ય બનાવી શકાય. પરંતુ વૈષ્ણવ પરંપરામાં ભગવાન શ્રી કૃષ્ણની વેણુને કૃષ્ણ સ્વરૂપા જ માનવામાં આવે છે. શ્રીજીપ્રભુ વેણુને ક્યારેય પોતાનાથી અલગ કરતા નથી માત્ર ભોગ સમયે અને નિંદ્રા સમયે તેમની પડખે હોય છે બાકીના પુરા સમયે પ્રભુ શ્રી કૃષ્ણ વેણુને ધારણ કરેલ રાખે છે. શ્રી રણછોડરાયજી પ્રભુની વેણું મંગળા સમયે જ તેમના હાથેથી સરી પડી તે ઘટના સામાન્ય નથી.
રથયાત્રા બાદની પહેલી સવારની આ ઘટના વૈષ્ણવો ના હૃદયને ભગ્ન કરી રહી છે. શ્રીજીપ્રભુની સેવામાં સમર્પિતા અને માન મર્યાદા ખંડિત થઈ હોય અથવા તેમાં મનપ્રપંચ ભળ્યો હોય તો આવી ઘટના બનેની ચર્ચા સ્થાનિક વૈષ્ણવોમાં થઈ રહી છે. વૈષ્ણવ પરંપરામાં કહે છે કે મન પ્રપંચનું વિસ્મરણ થાય અને તો જ પ્રભુભક્તિનો ઉદય થાય છે. જ્યાં સુધી પૂર્ણ સમર્પિતતા અને હૃદયે ભગવદ્દકૃપા ભાવ સાથે પ્રભુની સેવપૂજા ન થાય ત્યાં સુધી પ્રભુ તે સેવાને સ્વીકારતા નથી તે માત્ર યાંત્રિક કર્મકાંડ જ બની રહે છે.
પુષ્ટિ પરંપરાના વૈષ્ણવો આ ઘટના ને કાંઈક જુદી જ રીતે મુલવે છે તેઓ જણાવે છે કે પ્રભુની વેણુંજીને લઈ સેવકો રથયાત્રા માર્ગે ફરવું જોઈતું હતું. જેમ દર શુક્રવાર અને અગિયારસે પ્રભુની કંઠ માળાજીને લક્ષ્મીજી મંદિરે લઈ જઈ પ્રતીકાત્મક પરંપરા નિભાવવામાં આવે છે તેમ પ્રભુની પ્રિય વેણુંજીને પણ તે રીતે પ્રતીકાત્મક રથયાત્રા કરાવાય અને તે રીતે પ્રભુ કૃપા પ્રાપ્ત થાય અને આ વિકટ કોરના કાળ પરંપરાનું પાલન પણ થાય. આ ઘટના એ કદાચ પ્રભુનો આ તરફની અલૌકિક ઈશારો હોઈ શકે..!
25 જૂન ગુરુવારની મંગળા આરતીમાં આરતીમાનું કપૂર પણ ઓલવાઈ ગયું હતું જેને નીચે ઉભેલા કર્મચારીએ ફરીથી પ્રગટાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં મંગળા આરતી સંપૂર્ણ ઓલવાઈ ગઈ હતી. જે વૈષ્ણવોમાં કંઈક અમંગલના એંધાણ વર્તતા હતા. જોકે જે બાદ મંદિ માં સતત સંઘર્ષશીલ બદલાવ નવા પરિણામો અને નિયમોમાં પરિવર્તિત થઈ રહ્યો છે. સરકારનો હસ્તક્ષેપ પણ વધી રહ્યો છે. હવે જોવું રહ્યું કે આ ઘટના પછી આગામી વર્ષોમાં શુ સુધારા આવે છે..!
એક વૈષ્ણવે જણાવ્યું કે ડાકોર ટેમ્પલ કમિટી અને સેવક આગેવાનો આ વિશે ચિંતા અને ચિંતન કરી મર્યાદિત સંખ્યામાં આગામી અગિયારસે આ યાત્રા કરી આ ઘટનાને કારણે ઉભી થતી પરિસ્થિતિ તેમજ વૈષ્ણવો તેમજ ભક્તો અને નગરજનોની માનસિક યતનાનું સમાધાન કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..