“રણચંડી” લેખક- પોપટભાઈ પટેલ ઘેલડા

લાલ દરવાજા સીટી બસ સ્ટેન્ડની બાજુમા સરદાર બાગ જવાના રસ્તા પર એક મસમોટુ ટોળુ થયુ હતુ..માનવ સ્વભાવ પ્રમાણે હુ પણ કુતુહલવસ તે તરફ ખેચાયો…

જોયુ તો એક ચાળીસેક વરસના એક મેડમની સાથે ચાર પાચ યુવતીઓ હતી.પ્રથમ નજરે જ શારિરીક રીતે કસાયેલને ચુસ્ત દેખાતી હતી.

કોલેજની બે યુવતીઓને બે યુવકો નતમસ્તકે આ ટોળા વચ્ચે ઉભા હતા.એમાની એક યુવતીને મેડમની સાથેની એક યુવતી સાઈડમા લયી ગયીને ધીમે અવાજે પુછ પરછ કરવા લાગી તેવી જ રીતે બીજી યુવતી તેની સાથેના યુવકને એક બાજુ લયી ગયી પુછપરછ કરવા લાગી.

મને ચારે ય યુવક યુવતી પ્રેમપંખીડા જેવા લાગ્યા. એક યુવતીએ મેડમને ઈસારો કર્યો .મેડમ તરતજ તે યુવતી તરફ ગયા. તેણે કહ્યુ મેડમ આ યુવક જવાબ આપતો નથી.

મેડમે સીધી રીતે જવાબ આપવા તાકીદ કરી પુછ પરછ ચાલુ કરી પણ પ્રત્યુત્તર ન મળતા સૌની સામે છટાછટ બે તમાચા મારી દીધા.

પુછપરછે મને ખબર પડી કે આ મેડમને તેમની ટોળકી કોલેજના અમુક રોમિયો ટાઈપ છોકરાઓથી છેતરાતી યુવતીઓને તેમની જિદગી બરબાદ થતી રોકવાનુ ને આવી ચાલમા ફસાયેલ યુવતીઓને બચાવવાનુ કામ કરે છે.

મને એક સામાજિક કાર્યકર્તા તરીકે રસ પડ્યો મે મેડમનો ફોન નં.લીધોને તે મોટી વયનાબહેન જેનુ નામ આપણે નિર્ભયા કહીએ. ફોન પર સરનામુને સમય લઈ નિર્ભયા મેડમને મળવા ગયો.તેમની પ્રવૃતિઓ માટે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી…હવે તેમના શબ્દોમા…

આજથી વીસેક વર્ષ પહેલા હુ અમદાવાદના પોશ એરિયાની એક કોલેજમા અભ્યાસ કરતી હતી.તે સમયે જવલ્લે જ કોઇક જ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાના વાહન પર કોલેજ આવતા હતા.પોતાના વાહન પર કોલેજ આવનાર પોતાનો વટ પણ દેખાડતા તેમના બાઈકો, પહેરવેશ, મીઠી વાતોથી કેટલીક યુવતીઓ આકર્ષાય તે સ્વભાવિક હતુ.

હુ પણ સમીરનામના એક આકર્ષક યુવક તરફ આકર્ષાઈ હતી.તે પૂર્ણ સંયમીને સંસ્કારી યુવક લાગ્યો.અમારા સબંધો એકાદ વરસ જેટલા ચાલ્યા પણ ફક્ત નિખાલસ પ્રેમનો જ અહેસાસ થયો. જેથી કરી અમારા પ્રેમ સબંધો ગાઢ થયા ગયા.

એકવાર તેણે મારી સામે લગ્નની દરખાસ્ત મુકી.મે પણ તે માટે મારી મુક સહમતિ દેખાડી…પછી….

ધીમે ધીમે મને લગ્નના સોનેરી સ્વપ્ન દેખાડતો હતો પણ ક્યારે ય તેણે લગ્ન માટે હા પાડવાનો મારી પાસે આગ્રહ પણ કર્યો નહોતો…

જેમ જેમ સમય જતો ગયો તેમ તેની સંયમતા,સંસ્કારને લગ્નની હા કરાવવાનુ કોઈ દબાણ પણ નહી તે વાતોએ તેણે મારા મનમા ઘર કરી લીધુ હતુને તેના પ્રતિનો ભરોસો પણ વધી ગયો હતો.

હવે વાત વળાક લે છે ધીમે ધીમે તે મારી સાથે શારિરીક છૂટછાટ લેતો થયો.શરૂઆતમાં હુ થોડો વિરોધ કરતી તો તે તરત જ અટકી જતો…

આમ મારો તેના પ્રતિ વિશ્વાસને પ્રેમ દઢ થતો જતો હતો. અચાનક જ તેણે મારી સાથે શારિરીક છુટ લેવાનુ કે સ્પર્શ કરવાનુ બંધ કરી દીધુ…

તેથી હુ વિહવળ બની ગયી…આ બાબતે તેની પૃચ્છા કરવાની મારી ઈચ્છા બળજબરી થોડો વખત રોકી રાખી પણ છેવટે હુ હારીને એકવાર પુછી જ લીધુ કે તુ કેમ મારાથી દુર દુર રહે છે?

એકાદ વખત તેણે જવાબ આપવાનુ ટાળ્યુ તેમ મારી ઉત્કંઠા પણ વધી ગયીને છેવટે મે જવાબ આપવાની શરતે આ પ્રશ્ન પુછ્યો….

જવાબ હતો મારી ઈચ્છાને મરવા દે…કેમ કે તને મારી પર વિશ્વાસ નથી..હવે આપણે તારી ઈચ્છા મુજબ જ રહીશુને તારી ઈચ્છાએ જ લગ્ન કરીશુ.

આ જવાબ પરથી મને તેના માટે વધારે માન થયુ.જાણે હુ તેને અન્યાય કરી રહી હોય તેવી ગ્રંથીમારા મનમા બેસી ગયી હતી.આખી રાત તેના જ વિચારોમા વિતાવી છેવટે જે મારી પર આટલો ભરોસો રાખે છે તેના પર મારેભરોસો રાખવો…..

જોઈએ તેવુ નક્કી કરી લીધુ.

મારા નિર્ણયની જાણ સમીરને કરવા હુ તલપાપડ થયી ગયી હતી.મારે સમીરને ખુશ જોવો હતો.

છેવટે અમે એક પાર્કમા સાજના સમયે મળ્યા મે મારી વાત મુકીને અત્યાર સુધી તને દુર રાખવાની વાતે માફ કરવા કહ્યુ.

તેણે માફીના બે શબ્દો કહેવાને બદલે મને તેની બાહોમા લઈ ચુમી લીધી…

ત્યાર પછી સમીર મને એકવાર મિત્રના ઘરે લઈ ગયો તે મિત્રને આપણે પવન કહીશુ.ત્યા મારી સારી રીતે સરભરા કરવામા આવી.

પવનના ઘરેએકલો પવન જ હતો.

તે અમારા માટે કંઇક નાસ્તો લેવા ના બહાને બહાર ગયો અમને એકાંત પણ મળ્યુ પણ અમે કોઈપણ જાતની છુટછાટ લીધી નહીને ચા નાસ્તો કરી છુટા પડ્યા પવન અંગે પુરપરછ કરતા બતાવ્યુ કે એક ડાયવર્સી છે તેની પત્ની તેની સાથે દગો કરી તેના પ્રેમી સાથે ભાગી ગયી છે. આ બનાવથી તેને આઘાત લાગેલને ફરી લગ્ન નહી કરવા નિર્ણય કર્યો છે.

પછી તો વારંવાર અમે પવનના ફલેટ પર જતાને ક્યારે છુટછાટ લયી લીધી તેનુ ભાન પણ ન રહ્યુ.

પવન સમીર કરતા ઉમરમા દશેક વરસ મોટો હતો તે મારી સાથે સારી રીતે સભ્યતાથી વર્તતો હતો.તેણે ધીમે ધીમે મારી, પરિવારની, ઘરના સરનામાની બધી જ વિગતો મેળવી હતીને મે સહર્ષ આપી પણ હતી.

ને સમીરના ખુબ વખાણ પર કરતો હતો.

હુ મારીજાતને ભાગ્યશાળી સમજવા લાગી.મારી સહેલીઓ પણ મારાથી ઈર્ષા કરવા લાગી હતી.આમ પવનનો ફલેટ અમારા માટે કાયમી અડ્ડો બની ગયો હતો.

આમ લગભગ એકાદ વરસ આ સિલસિસો ચાલ્યો અચાનક જ સમીરે મને મળવાનુ બંધ કરી દીધુ.

સમીર વગર હુ વિહવળ થયી ગયી હતી.તેનો ફોન લાગતો ન હતો.સમીરને મે મારો ફોટો આપ્યો હતો પણ તેનો એકપણ ફોટો મારી પાસે ન હતો.

આમ એક દીવસ વિહવળ એવી હુ પવનના ફલેટ પર પહોચીને સમીર મને મળતો નથી તેવુ જણાવી પુછપરછ કરી કે સમીર ક્યા છે?તે કેમ મળતો નથી?

ક્યા છે તેની પૂછપરછ કરી….ત્યા મને મારા જીવનનો ઉત્તરાર્ધ પવનના શબ્દોમા જ પ્રસ્તૃત છે.

પવને જવાબ આપ્યો તારો કહેવાતો પ્રેમી પરણીત છે એક સંતાનનો બાપ પણ છે.તારા જેવી ભોળી છોકરીઓને ફસાવીને ઐયાશીનો મહાશોખીન છે.તેના જીવનમા તુ કેટલામી છોકરી છે તે કદાચ તેને પણ ખબર નહી હોય.

મારે તે નરાધમ સાથે શરીર સબંધ છે તે એક માત્ર પવનને જ ખબર હતી પણ હવે આ પવને પણ મને બ્લેકમેઈલ કરવાનુ ચાલુ કર્યુ મને ધમકી આપી કે તારા આ કામોની કોઈને ખબર ન પડવા દેવી હોય તો મને વશ થા. હુ કોઇને કહીશ નહી પવન મારા જીવનની નબળી કળી જાણતો હતો.

છતા મે સખ્ત શબ્દોમા પવનને ઝાટકી કાઢ્યોને મારી વાતમા દરમ્યાનગીરી ન કરવા ચેતવણી પણ આપી.

આમ હુ હવે મારે રસ્તે પડી ઠરીઠામ થવા માગતી હતી.આ ડંખ મને ખુબ જ દર્દ આપતો હતો. જયાં જયાં મારી નોકરીની ગોઠવણ થાય ત્યા આ નરાધમ પવન પહોચી જતોને મારી વિરૂધ નોકરીદાતાને ભંભેરણી કરતોને મને બદચલન કહીને વગોવતો હતો.આમ બે એકવાર બન્યુ.

હવે મારા ઘરવાળાએ મારા લગ્ન કરવાનુ નક્કી કર્યુ મે લગ્ન કરવાની ના પાડી દીધી પણ મારા મમ્મી પપ્પાના આગ્રહને વશ થયી સહમતિ દર્શાવી. એક ઠેકાણે મારૂ ગોઠવાઇ પણ ગયુ

અને મારી પણ ઉમર થયી હોવાથી લગ્નનુ મુર્હત પણ નકકી થઈ ગયુ.

મારા આગ્રહને લીધે સાદગીથી લગ્ન થયી પણ ગયા. એકાદ બે મહિના સારી રીતે પસાર થઈ ગયા.

એકવાર હુને મારા મિસ્ટર કોઈ કામસર બહાર ગયા હતા કામ પતાવી મારા પતિના આગ્રહને વશ એક રેસ્ટોરંટમા કોફી પીવા ગયા.

ત્યા પેલો નરાધમ પવન મને જોઈ ગયો.હુ ખુબ ગભરાઈ ગઈ..પણ પવને મને ઈશારો કરી સાત્વન આપ્યુ.મને થોડી રાહત થઈ.

અમે કોફી પી બહાર નીકળી અમારી બાઈક પર ગોઠવાયાને નરાધમ પવન તેના સ્કુટરથી અમારો પીછો કરતો કરતો અમારા ઘર સુધી પહોચ્યો.મે ઘર ખોલ્યુને પવન તરત જ રવાના થઈ ગયો.

હવે મારે મારૂ લગ્ન જીવન ટકાવી રાખવા આ વાત મારા મિસ્ટરને કરવી જરૂરી લાગી. આ વાત કયા શબ્દોમાને કેવી રીતે કરવી તે સમજાતુ નહોતુ.

મે ભારે મંથન પછી કટિબધ્ધતા કેળવીને નરાધમ પવનને મળવા ગયી.પવનની માગણી હજી એ જ હતી મે કુનેહપુર્વક તબિયતનુ અને ડોકટરની સુચનાનુ બહાનુ કાઢી સમયની માગણી કરી પવન સમય આપવા તૈયાર થયો..

હવે મને લાગ્યુ કે મારે આ વાત મારા મિસ્ટરને કરવી જોઈએ, નહી તો આનો નિકાલ થશે નહી.

ઘણા મનોમંથન પછી કેવી રીતે વાત કરવી તે સુઝતુ ન હતુ.આમને આમ સમય પસાર થતો ગયો હુ મારી વાત તેમને કરી ન શકી..

હવે પવનની ધીરજનો અંત આવ્યો છે.હવે હુ વધારે રાહ જોઈશ નહી બધુ જ ખુલ્લુ પાડી દઈશ.આવી ધમકીઓ આપવા માડી…..

ના છુટકે મારે તે નરાધમને વશ થવુ પડશે તે વિચારે હુ ધ્રુજી જતી હતી. દિનરાત ચિંતામા પડી ગયી હતી.ફરી પાછો પવનને વિશ્વાસે લયી મુદત માગી….

આ ત્રિશંકુમાથી રસ્તો કાઢવા મનોમંથન કરવા લાગીને અંતે પવન સાથે લડી લેવા નકકી કરી લીધુ….લડી લેવાના નિર્ણયે મારી હિંમતમા વધારો થયો…મારા મિસ્ટરને હીંમત કરી આખી વાત સમજાવી….તેમણે મારા પ્રતિ સહાનુભૂતિ દર્શાવી..ને મારી લડાઈમા સાથે રહેવાનો કોલ આપ્યો.ને કુનેહથી કામ લેવાની સલાહ આપી.

મે પવનના આડોશી પાડોશી પાસેથી વિગતો મેળવીને તેની ડાયવર્સી પત્નીનુ સરનામુ મેળવી તેને મળવા ગઈને મારી આપવીતી જણાવી…

તેમણે મારી સાથે સારી રીતે વાત કરી….

તેમણે મને કહ્યુ મારૂ નામ વિજ્યા છે. સમીરે મારી સાથે પણ પ્રેમનુ નાટક કરી મારી સાથે ઐયાશી પણ કરેલી હતી તે સમીરને નીત નવી છોકરીઓનો શોખ હતો કોલેજમા પ્રવેશ લેતો હતો પણ પરીક્ષા આપતો નહીને ફરી પ્રવેશ મેળવતોને છોકરીઓને ફસાવતો હતો અને છેવટે તેણે મારા લગ્ન પવન સાથે કરાવી આપ્યા હતા.

લગ્ન પછી સમીર મારા ઘરે અવાર નવાર આવતો હતો અને મારાથી અગાઉ ધરાઈ ગયેલ હોઈ હવે તેને મારામા રસ ન હતો.

આ ઉપરાત તે અવારનવાર નવી નવી છોકરીઓને જાળમા ફસાવી અમારા ફલેટ પર લાવતો હતોને ત્યા જ ઐયાશી કરતો હતો અને તેવી છોકરીઓ સાથે નરાધમ પવન પણ જેવો તમારી સાથે જેવો ઘરોબો કેળવ્યો તેમ કેળવતો.

જયારે સમીર જે છોકરીને તમારી જેમ છોડી દે તેને મજબુર કરી પવન પણ વાસનાનો શિકાર બનાવતો….

આમ આ બધુ સહન ન થતા મારે પણ છુટાછેડા લેવા પડ્યા છે.હવે તે પણ એકાકી જીવન જીવતા હતા.નોકરી કરી ગુજરાન ચલાવતા હતા.

અમે છેવટે આ બન્ને નરાધમો સામે ટક્કર લેવાનુ નક્કી કર્યુ.અમે એકબીજાના ફોન નંબરની આપલે કરી.

ત્યા ચાર પાચ દિવસ પછી પવન મારા પતિની ગેરહાજરીમા મળવા આવ્યો. હવે મારી ટીમમા અમે ત્રણ હતા તેથી હિમત વધી ગયી હતી.

મે પવનને સારો આવકાર આપી વિશ્વાસમા લીધોને સમીરની પુરી વિગતો તેની પાસેથી કઢાવવાની કોશીસ કરી.પવને મને સમાચાર આપ્યા કે સમીરના કરતુતોથી ત્રાસી તેની પત્નીએ તેના બે બાળકો સાથે તેના ઘરમા જ અગ્નિસ્નાન કરી લીધુ હતુ

તેમાથી તેની છોકરી સારવાર બાદ બચી ગયી હતી તે છોકરીને એ ધ્યાને લયી તેના સાસરિયાઓએ તેની તરફેણમા નિવેદન આપી ફોજદારી કાર્યવાહિથી બચાવી લીધો છે.

આ બધી વાત મારા પતિને કરી તેમણે મને સાવધ રહેવા સુચવ્યુ હતુ.કદાચ સમીર ફરીથી હેરાનગતિ ઉભી કરી શકે છે.

છેવટે પવનને ખ્યાલ આવી ગયો કે હુ તેને દાવ આપી રહી છુ તેટલે તેણે સમીરનો સાથ લીધો બન્ને જણા મારા પતિની ગેરહાજરીમા મારે ઘેર આવી ધાકધમકી આપીને તેમની હવસ સંતોષવા ની હઠે ચડ્યા હતા.

બે ચાર વાર મે એક યા બીજા બહાને પાછા કાઢ્યા હતા.છેવટે આ બન્ને નરાધમ હતા તેની મને ખબર હતી.આ વાત મે મારા મિસ્ટરને કરી.તેમણે મારી હિંમતને કાબેલીયતને બિરદાવી અને તે બેઉને ઘરે બોલાવી મેથીપાક આપવાનુ નક્કી કર્યુ .તે મુજબ વિજ્યાબેનનો પણ સહકાર લેવાનુ નકકી કરી આ બેઉને મારે ઘેર બોલાવી લીધા.

નિરધારિત પ્લાન પ્રમાણે વિજ્યાબેનને મારા પતિ ઘરમા પુરી તૈયારી સાથે સંતાયેલ હતા.સમયસર નરાધમો આવી પહોચ્યા.થોડી ઘણી આડી અવળી વાતો કરતા કરતા છેડછાડ ચાલુ કરતાની સાથે જ મારા પતિને વિજ્યાબેન તેમના પર તુટી પડ્યાને સારો એવો મેથીપાક આપી માફી મંગાવી ફરી મારી સામે નહી જોઇએ તેવી ખાત્રી લયી જવા દીધા…

આમ બધુ શાત પડી ગયુ.મને પણ રાહત જણાઈ…અમે આ બધુ ભુલી અમારી મસ્તીમા ડુબી ગયા હતા.

ત્યા એક દીવસ મારા પતિ ઓફિસેથી રોજના સમયે ઘેર ન આવ્યા,તેમનો ફોન ઉપાડતા ન હતા તેથી મે વિજ્યાબેનને ફોન કર્યોને બધી વાત કરી તે તરત જ મારા ઘરે આવી ગયા. મારા સાસુ, સસરાને દીયરને પણ આ વાતની જાણ કરી થોડી વારમા સહુ ભેગા થયી ગયા.મારા દિયર તેમની ઓફિસે જઈ આવ્યા. સહકર્મચારીઓને ફોન કરતા જવાબ મળ્યો કે રોજના સમયે તે ઘેર જવા નીકળી ગયા છે.

છેવટે પોલીસને જાણ કરવાનુ નક્કી કર્યુ. અમે પોલીસ સ્ટેશન પહોચ્યા ત્યા ફરિયાદ નોધાવવાની વાત કરી તો એક પોલીસ અધિકારીએ મારા દિયરને ચેમ્બરમા બોલાવ્યા.

થોડીવારમા તેમણે મારા સસરાને કહ્યુ તમે બેસો હુ સાહેબ સાથે જઈ પાછો આવુ છુ.

તેઓ હોસ્પીટલના પોસ્ટમોર્ટમ રૂમમા મારા પતિની લાશની ઓળખવિધી કરવા ગયા હતા.

પોલીસ અધિકારીએ અમને જણાવ્યુ કે તેઓનુ કોઈએ ખુન કર્યુ છે.અમોએ કાયદેસરના કાગળો કરી લાશ પોસ્ટમોર્ટમ સારૂ હોસ્પીટલ મોકલી આપી છે કાલે સવારે તમને લાશનો કબજો મળી જશે.

પોલીસ અધિકારીએ કોઈની સાથે અણ બનાવ કે દુશ્મની હતી? એવી પૂછપરછ અમારા પરિવારમા સહુની કરી.

આબરૂ જવાની બીકે મે પવન અને સમીરવાળી વાત છુપાવી રાખી જે મારા પરિવારમા કોઈ જાણતુ નહોતુ.અમારે કોઈની સાથે આવી દુશ્મની નથી તેમ જવાબ આપ્યા.

આમ એકાદ મહિના સુધી હુ મારા સાસુ સસરાસાથે રહી મારા પપ્પાના ઘરે પરત આવી ગઈ.

થોડાક દિવસો સમેતસુતર ચાલ્યુ….

એકવાર મને રસ્તામા પવને રોકી આ વાતથી અજાણ હોય તેમ મારી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી.હવે સમીર અને પવનને મોકળુ મેદાન મળી ગયુ હતુ મે બીજા લગ્ન નહી કરવા નિરધાર કરી લીધો હતો.એકવાર પવનનો ફોન મારી પર આવ્યો કે અમારે તને મળવુ તને સહાય કરવી છે અમને અમારા કર્યાનો પસ્તાવો છે.

મે મળવા જતા પહેલા વિજ્યાબેનનો સાથ લેવા નકકી કર્યુ અમે બન્નેએ તેમને સીધા કરવાનુ નકકી કરી લીધુ.

સમયસર હુ વિજ્યાબેનને સાથે લયી પવનના ઘેર ગયી ત્યા પાછા અમે બન્નેએ તે બેઉની વચ્ચે ઝપાઝપી થયી અને બરાબરનો મેથીપાક પણ આપ્યો. ગુસ્સામાને ગુસ્સામા સમીરે દારૂના નસામા મારા પતિને પતાવી દીધાની વાત કરી મને પણ પતાવી દેવાની ધમકી આપી.હવે મારો શક સાચો પડ્યો..

તેની સામે ફરિયાદ કરવાના બદલે સમાજની દીકરીઓના જીવન આમ બરબાર થતા રોકવા તેમ નક્કી કર્યુ.

પણ હવે મારામા આવી ધમકીઓને વશ ન થવાની હિમત આવી ગયી હતી.

આ હતી મારી જીવનકથા….સમાજની દીકરીઓ આવા લંપટને હવસખોરોના ફંદામા ન ફસાય તે માટે ચેતવવા અને ફસાતી દીકરીઓને આવા લોકોની ચુગાલમાથી બચાવવા અમે બન્ને જણે કરાટેના વર્ગો ચલાવીને આ કાર્ય માટે ટીમ તૈયાર કરી છે.

કોલેજના સમયે,રીવરફ્ન્ટ પર,પાર્ક,લો ગાર્ડન વિગેરે અમારી ટીમ આવા યુગલોને પોલીસની જેમ અલગ અલગ લયી જયીને તેમનુ સરનામુ, નામ, કૌટુમ્બિક વિગતો મેળવી પછી સાચા જુઠાનો તાગ મેળવી યુવતીઓને માહિતગાર કરીએ છીએ.

જરુર જણાય તો ચેતવણી પણ આપીએ છીએ. જેથી તેમનુ જીવન બરબાદ થતુ અટકે…….

લેખક:-#પોપટભાઈ_એસ_પટેલ_ઘેલડા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો