રાજકોટના આ પટેલ બિઝનેસમેન બ્રેઇનડેડ,પણ અંગદાનથી પાંચ લોકોને આપશે નવજીવન

રાજકોટ: રાજકોટના બિઝનેસમેનનું બ્રેઇન ડેડથી મૃત્યુ થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મોત બાદ પણ પાંચ લોકોમાં જીવિત રહેશે. બિઝનેસમેનના અંગોને અન્ય પાંચ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

ત્રણ દિવસ સુધી સારવાર ચાલી પરંતુ ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા

રાજકોટમાં રહેતા બિઝનેસમેન રમેશભાઇ કડવાભાઇ વાડોદરીયા (ઉ.53)વે હાઇ બ્લડપ્રેશરથી તબીયત લથડી હતી. આથી તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્રણ દિવસ સુધી સારવાર ચાલી પરંતુ ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ડોક્ટરો અને સમાજ સેવકોની સજાવટ બાદ મૃતકના બે પુત્રો અને પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. ડોક્ટરોની ટીમે બે કિડની, લીવર અને બે આંખોનું દાન સ્વીકાર્યું હતું. આ અંગો જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

પરિવારનું સન્માન કરાયું

રમેશભાઇના પુત્ર ધવલભાઇએ જણાવ્યું હતું કે, પિતાનું નિધન થયાનું દુઃખ છે પરંતુ મૃત્યુ બાદ પણ તેઓ પાંચ લોકોમાં જીવી ગયાની

ખુશી છે. જીવીત હતા ત્યારે તો સત્કાર્ય કરતાં પરંતુ મૃત્યુ બાદ પણ સારૂ કાર્ય કરતાં ગયા છે. ગુરૂવારે યોજાયેલી પ્રાર્થનાસભામાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ વતી સર્ટીફિકેટ તથા શાલ અર્પણ કરી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

– 15 જ મિનિટમાં નામો-નિશાન નહીં રહે મચ્છરનું, રાત્રે સૂતાં પહેલાં કરો કપૂરનો આ 1 ઉપાય

– હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ

– કારમાં ઉંદર ઘૂસી જાય છે તો આ રીતે કરી શકો છો સ્પ્રેનો ઉપયોગ

– માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?

– રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો