રાજુલામાં જાહેર માર્ગો ઉપર નીકળતા લોકો અને યુવાનોને જાહેરમાં ચેનચાળાઓ કરીને લલચાવતી ૬ સુંદરીઓની આખી ગેંગને પોલીસે પકડી પાડતા ભારે રહસ્ય સર્જાયું છે. આ તમામ યુવતીઓ અમદાવાદની છે અને તેઓ રાજુલા કેમ અને શુંકામ પહોચી તે પણ તપાસનો વિષય છે.
રાજુલામાં જાહેર માર્ગો ઉપર અચાનક જ ર૦થી ર૧ વર્ષની રુપાળી યુવતીઓની એક આખી ગેંગ ઊતરી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ યુવતીઓ ઊભી રહીને જાહેરમાં લોકો સામે બિભત્સ ચેનચાળા કરતી હતી. જેની પોલીસને જાણ થતાં એક એક કરીને તમામની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પૂજા કુમારી લાલાભાઈ બારોટ (ઉ.વ.ર૦), રીનાબેન રાજુભાઈ બારોટ (ઉ.વ.ર૦), ભાવનાબેન શાંતિલાલ બારોટ (ઉ.વ.ર૧), નીતુબેન રાજેશભાઈ બારોટ (ઉ.વ.ર૧), નિલમબેન દિલીપભાઈ બારોટ (ઉ.વ.ર૧) અને શીમાબેન ચમનભાઈ બારોટ (ઉ.વ.ર૧)ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ યુવતીઓની ઉમર ર૦ અને ર૧ વર્ષ જ છે. એ તમામની અટક બારોટ છે એટલું જ નહીં પણ આ તમામ યુવતીઓ અમદાવાદમાં ઓડવ પાસે જીવનજ્યોત સોસાયટીની મૂળ વતની છે અને હાલમાં વટવા, ઉમંગ પ્લોટ, દુર્ગાનગર, તા. જિ. રૂમદાવાદમાં રહે છે.
આ યુવતીઓની આખી ગેંગ અમદાવાદથી આટલે દૂર છેક રાજુલામાં કેમ ઊતરી અને તેઓ શા માટે લોકોને બિભત્સ ઈશારાઓ કરતી હતી? તે રહસ્ય તો તપાસ બાદ જ ખૂલે તેમ છે. તે લોકો કોઈપણ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લવામાં આવી છે.
લોકો અજાણી યુવતીઓથી ચેતેઃ પોલીસ
આ અંગે રાજુલા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રજાજોગ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વિસ્તારમાં આવી અજાણી મહિલાઓ પોતાના વાહનમાં ઈશારાઓ કરતી હોય તો કોઈપણ વ્યક્તિએ તેની જાળમાં ફસાવું નહીં અને કોઈપણ વિસ્તારમાં આવી કોઈ અજાણી મહિલા દેખાય તો તુરંત જ પોલીસને જાણ કરવા જણાવાયું છે.
તપાસમાં વધું યુવતીના ખૂલવાની શક્યતા
આ યુવતીઓની સાથે તપાસ દરમિયાન વધું યુવતીઓના પણ નામો ખૂલવાની શક્યતા છે. હાલમાં પોલીસ દ્વારા માત્ર આ છ યુવતીઓની જ ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..