પોલીસની જાહેરમાં ગુંડાગીરી: રાજકોટમાં પાલીસે 4 વર્ષ જુની ટ્રાફિક રિસિપ્ટ પધરાવતા યુવાને સવાલ પુછ્યો તો અટકાયત કરી લીધી, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

રાજકોટ પોલીસની જાહેરમાં ગુંડાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ટ્રાફિક પોલીસે નાગરિકને ખોટી જગ્યાએ કાર પાર્ક કરવા બદલ 2016ની રિસિપ્ટ આપી હતી. તો આ મામલે નાગરિકે ટ્રાફિક પોલીસને 2016ની રિસિપ્ટ આપવાનું કારણ પૂછ્યું. ત્યારે પોલીસે ઉદ્વતાઈભર્યું વર્તન કરી નાગરિકની બળજબરી પૂર્વક અટકાયત કરી છે. ત્યારે હવે સવાલ એ છે કે, વર્ષ 2020માં 2016ની રિસિપ્ટ આપવાનું કારણ શું? આ રિસિપ્ટ કેટલી વ્યાજબી છે?

વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસે પહેલા યુવાન સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ યુવકે તેમને પ્રશ્ન કરતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. પોલીસ યુવાનને બળજબરીથી ગાડીમાં બેસાડતી જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, પોલીસનું કોઈ નાગરિક સાથે આવું વર્તન કેટલું યોગ્ય છે. આ મામલે જાહેરમાં જ લોકોના ટોળેટોળા થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો