માતા-પિતા સાવધાન! રાજકોટમાં ઓનલાઈન લેશન ગમતુ ન હોવાથી ધો.8ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

કોરોના વાયરસની (coronavirus) મહામારીના કારણે હાલ લોકડાઉન (lockdown) ચાલી રહ્યું છે. જોકે લોકડાઉન 5 માં અનલોક વન (Unlock one) આપવામાં આવ્યું છે. જેમાં શાળા, કોલેજ, ટ્યુશન કલાસ સહિતને મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યની ઘણી શાળાઓ હાલ ઓનલાઈન શિક્ષણ (Online Education) આપવામાં આવી રહ્યું છે. આવા સમયે રાજકોટમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગિરનાર સોસાયટીમાં રહેતાં રોહિતભાઇ શીંગડીયાની ૧૨ વર્ષની દિકરીએ રૂમ બંધ કરી પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો (suicide) ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આપઘાત કરનાર દીકરીના પિતા રોહિતભાઇ શીંગડીયાએ જણાવ્યું હતું કે તેઓ ઘર નજીક જ ઓમ શાંતિ નામે ગેરેજ ધરાવે છે. અને ગાડી લે-વેંચનું કામ કરે છે. મોટી દીકરી તેણી ઘર નજીક જ્યકિશન સ્કૂલમાં ધોરણ 7માં ભણતી હતી. આ વર્ષે ૮ માં ધોરણમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં લોકડાઉનને કારણે હજુ શાળા શરૂ થઇ ન હોવાથી ઓનલાઇન શિક્ષણ અપાતું હતું.

દરરોજ ઓનલાઇન હોમવર્ક અને લેશન પણ આપવામાં આવતું હતું. આજે સવારે પણ રાબેતા મુજબ શાળા તરફથી લેશન અપાયું હતું તે પુરૂ કરી લેવા દીકરીને તેના મમ્મીએ કહ્યું હતું પણ તેણે ઓનલાઈન લેશન કરવું ગમતું નહી હોવાથી તે રૂમમાં જતી રહી હતી.

બાદમાં રૂમમાં જ આવેલા બાથરૂમમાં ન્હાવા ગઇ હતી. લાંબો સમય સુધી રૂમ બંધ રહેતાં મમ્મીએ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી દરવાજો બંધ હોવાથી બાજુના રૂમની બારીમાંથી જોતાં દિકરીએ આપઘાત કર્યો હોવાનું જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો.

દરવાજો તોડી દીકરીને નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. જોકે હવે સમગ્ર મામલે વિદ્યાર્થિનીના આપઘાત મામલે ખરેખર શું કારણ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો