રાજકોટ કાલાવડ રોડ પર અકસ્માતમાં 4 ભાવિ તબીબોનાં મોત, રક્ષાબંધન પહેલાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન ગુમાવી

રાજકોટ (Rajkot) શહેરના કાલાવડ રોડ (Kalavad Road) પર આવેલા મેટોડા જીઆઇડીસી (Metoda GIDC) પાસે એસટી બસ અને honda amaze કાર (BUs and Car Accident) વચ્ચે અકસ્માત સર્જાતા 4 ભાવિ (Four Died) તબીબોના મોત નિપજ્યા છે. જ્યારે કે એક ભાવિ તબીબ હજુ પણ હાલ સારવાર હેઠળ છે. તો બીજી તરફ બસ માં રહેલા બે જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાના કારણે સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બી.એચ.એમ.એસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ માટે મંગળવાર અમંગળ સાબિત થયો છે. ખીરસરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત સમયે યાદગીરી માટે તમામ ટીમ મેમ્બર્સે ગ્રુપ ફોટો પડાવ્યો હતો. પરંતુ ફોટો પણ આવતા સમયે કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ તેમનો અંતિમ ગ્રુપ ફોટો બની જશે. ત્યારે ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ પરત ફરી રહેલા honda amaze કારમાં સવાર પાંચ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અકસ્માત નડ્યો હતો.

કાર નિશાંત દાવડા ચલાવી રહ્યો હતો. કોઈ કારણોસર નિશાંત દાવડા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને સામે આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

કારની સ્પીડ એટલી તીવ્ર હતી કે જેના કારણે તે એસટી બસના આગળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ કારણે ઘટના સ્થળ પર જ નિશાંત દાવડા, ફોરમ તેમજ આદર્શ ગોસ્વામીના મોત નિપજયા હતા. જ્યારે કે સમગ્ર ઘટનામાં ઈજા પામેલ સિમરન અને કૃપાલી ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં જીવ ગુમાવનાર અને ઇજા પામનાર તમામ બી.એચ.એમ.એસ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર નિશાંત દાવડા ગોંડલ નો વતની હતો જ્યારે કે આદર્શ ગોંડલના રામોદ ના નવા ગામનો વતની હતો. જ્યારે કે મૃત્યુ પામનાર ફોરમ ભારતીય નગરમાં રહેતી હતી. સારવાર દરમિયાન મૃત્યુ પામનાર સિમરન ગીલાણી રાજકોટ શહેરના આમ્રપાલી પાસે રહેતી હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર ફોરમ એક ભાઇ અને એક બહેનમાં નાની હતી. જ્યારે કે, આદર્શ બે ભાઇ અને એક બહેનમાં વચેટનો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો