રાજકોટમાં જ્યુબેલી શાક માર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી શાકભાજી વેચનારા લોકો પર પોતાનો રોફ જમાવતો જોવા મળ્યો હતો, આ સાથે જ પગથી લાત મારી શાકભાજીને રસ્તા પર વેરવિખેર કરી નાખી હતી, જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
રાજકોટ: ગરીબ પાથરણાવાળાઓ સામે ખાખીનો રોફ pic.twitter.com/T4yXKkk5aD
— News18Gujarati (@News18Guj) November 30, 2020
નિયમ વિરુદ્ધ કામગીરી કરશે તો કાર્યવાહી થશે
મુખ્ય માર્ગો પરથી દબાણ દૂર કરવા અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં નહીં આવે. દબાણ હટાવ શાખાના કર્મચારી નાના ધંધાર્થીઓ સામે નિયમ વિરુદ્ધ કામગીરી કરતા હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. > એ.કે.સિંહ, ડેપ્યુટી કમિશનર
પોલીસકર્મીએ શાકભાજીના ઢગલાને લાત મારી રસ્તા પર વેરવિખેર નાખ્યો
વિડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી હાથમાં લાકડી લઈને શાકભાજી વેચતા ગરીબ લોકો પર પોતાનો રોફ જમાવી રહ્યો છે, સાથે જ શાકભાજીના ઢગલાને લાત મારીને એને રસ્તા પર ફેંકી અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. આ સાથે જ લાકડીને હાથમાં રાખી દાદાગીરી કરતો જોવા મળ્યો હતો.
રાજકીય મેળાવડામાં પોલીસ મૌન અને વેપારીઓ પર દાદાગીરી!
રાજકીય મેળાવડા સામે પોલીસ મૂકપ્રક્ષેક બનીને તમાશો જુએ છે અને મૌન બની જાય છે. જ્યારે વેપારીઓ અને શાકભાજી વેચતા ફેરિયા પર પોતાનો રોફ જમાવી રહ્યા છે. રોજનું રોજ કમાયને ખાનારા શાકભાજીવાળાનું શાક રસ્તા પર ફેંકી દઈ પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યો હતો, જેને લઈને ફેરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો.
એવી પણ માહિતી મળી છે કે જ્યુબિલિ શાકમાર્કેટ પાસે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો ત્યાં પાર્કિંગ આવેલું છે. આ જગ્યાએ શાકભાજી વેચવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. આમ છતાં અમુક ગરીબ પાથરણાવાળા પરિવારનું ગુજરાત ચલાવવા માટે અહીં બેસીને શાકભાજી વેચતા હોય છે. સમયાંતરે અહીં પોલીસ તરફથી કાર્યવાહી કરીને આ લોકોને ખસેડવામાં આવતા હોય છે.
જોકે, વાયરલ થયેલા વીડિયોમાં તો પોલીસકર્મી સૂચના આપવાને બદલે શાકભાજી જ રોડ પર ઢોળી દે છે. આ વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. આ પોલીસકર્મી કોણ છે તેની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..