આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા દીપ હિંગરાજીયાએ 99.98 PR મેળવ્યા છે. દીપના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય છે. દીપના માતા રીટાબેન પાપડ વણે છે તો પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. દીપના પિતાનું સપનું છે કે મારે ભલે રીક્ષા ચલાવવી પડે પણ મારા દિકરાને ઉચ્ચ અભ્યાસ કરાવવો છે. પિતાના સપનાને સાકાર કરતા દીપે ઉત્તમ પરિણામ હાંસલ કરતા પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે. દીપએ સ્ટેટ વિષયમાં 100માંથી 100 અને એકાઉન્ટમાં 100માંથી 94 માર્ક હાંસલ કર્યા છે. જ્યારે રાજકોટમાં વાહનોમાં સીટ કવર નાંખી મજૂરી કરનારના પુત્રએ 99.99 PR મેળવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દીપને CA થવું છે: માતા
દીપએ જણાવ્યું હતું કે, અમારી ઘરની પરિસ્થિતિ એટલી સારી નહોતી કે મારા માતા-પિતા મને ભણાવી શકે. સ્કૂલની મદદ અને સ્ટાફના સતત માર્ગદર્શનથી મેં આટલું પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે દીપના માતા રીટાબેને જણાવ્યું હતું કે, દીપને આગળ CA થવાની ઇચ્છા છે. દીપના પિતા રીક્ષા ચલાવે છે અને હું પાપડ વણું છું. આથી ઘરની પરિસ્થિતિ નબળી હોવા છતાં દિકરાને ભણાવી રહ્યા છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે દીપ CAમાં પણ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરશે.
મજૂરી કરનારના પુત્રએ મેળવ્યા 99.99 PR
રાજકોટના પ્રતિક ચૌહાણે 99.99 PR મેળવ્યા છે. પ્રતિકના પિતા વાહનોમાં સીટ કવર નાંખી મજૂરી કામ કરે છે. પ્રતિકના પિતાનું સપનું છે કે કોઇ પણ સંજોગોમાં પુત્રને સારોઅભ્યાસ કરાવવો છે. પ્રતિકે સ્ટેટ વિષયમાં 100માંથી 99 અને એકાઉન્ટમાં 100માંથી 99 માર્ક મેળવ્યા છે. પ્રતિકનું સપનું હતું કે, પિતાનો ભાર કોઇ પણ સંજોગોમાં ઓછો કરવોછે. ધોરણ 10માં 82 ટકા આવ્યા બાદ પ્રતિક રૂમ બંધ કરી રડતો હતો. પ્રતિક રોજ પાંચથી સાત કલાક વાંચન કરતો હતો. તેને CA બનવાનું સપનું છે.
પિતા ખાનગી શાળામાં બસના ડ્રાઇવર, પુત્રીએ 99.97 PR મેળવ્યા
રાજકોટની માલા ક્રિષ્નાએ 99.97 PR મેળવ્યા છે. માલાના પિતા રમેશભાઇ ખાનગી શાળામાં બસના ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. માલાએ ટ્યુશન વગર આ સિદ્ધિ હાંસલ કરીછે. ટ્યુશન વગર માલા રોજ પાંચથી છ કલાક વાંચન કરતી હતી. માલાએ જણાવ્યું હતું કે, મારા પિતાનો અને શાળાનો મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. મારે CA બનવું છે. માલાએધોરણ 12નો અભ્યાસ ધોળકિયા સ્કૂલમાં કર્યો છે.
ગોંડલના શ્રમિક પરિવારની પુત્રીએ 98.98 PR મેળવ્યા
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતી તાલુકાના ચોરડી ગામની માહુલિયા કાજલ ધાનસુરભાઈએ ધોરણ 12 કોમર્સમાં 98.98 PR મેળવ્યા છે. આ તકે શાળાના ચેરમેન મધુસુદનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે શાળાના ડિરેક્ટર દર્શના મેડમે આજથી નવ વર્ષ પહેલાં જ જેમ જવેરી હીરાની પરખ કરી લે તેમ કાજલની ભણવાની ધગશને પારખી લીધી હતી. કાજલ ધોરણ 4થી તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરી રહી છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય છે. તેના પિતા ધાનસુરભાઈ માસિક રૂપિયા ચાર-પાંચ હજારની છૂટક મજૂરી કરી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે અને પરિવારમાં એકનું એક સંતાન દીકરી જ હોય ભણવાની ધગશને ધ્યાને લઇ શાળા પરિવાર દ્વારા છેલ્લા નવ વર્ષથી તેની ફીમાં 50 ટકા રાહત કરી આપી પુસ્તકો, રેફરન્સ મટિરિયલ્સ તેમજ જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. કાજલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય તેને સફળતાના શિખરો સર કરાવવા શિક્ષા માતા બનેલા ડિરેક્ટર દર્શના મેડમે બીડું ઝડપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..