રાજકોટ શહેરના કોઠારીયા રોડ ચોકડી નજીક આશાપુરાનગર શેરી નં.15માં રહેતા કોન્ટ્રાક્ટર દિપક સાંગાભાઈ આલ બે સંતાનના પિતા પરણીત શખસે રાજકોટમાં હોસ્ટેલમાં રહી બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી ભાવનગર પંથકના ઢસાની યુવતીને દોઢ વર્ષ પહેલા પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને વારંવાર હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારી, સગર્ભા બનાવી દીધાનો બનાવ એ ડિવીઝન પોલીસમથકે નોંધાયો છે.
ઘટનાની પોલીસના સુત્રોની વિગતો મુજબ પુખ્ત વયની યુવતી રાજકોટમાં હોસ્ટેલમાં રહીને બ્યુટીપાર્લરનો કોર્ષ કરતી હતી. કલાસમાં જતી હોય દિપકનો ગત વર્ષે 01/01/2019ના રોજ સંપર્ક થયો હતો. બંનેએ મોબાઈલ નંબર આપ-લે કર્યા અને મેસેજ, વાતચીત બાદ એક માસમાં ગાઢ પરિચય કેળવાતા મળવા લાગ્યા હતા. દિપકે પોતાના લગ્ન થઈ ગયા છે છતાં પોતે યુવતી સાથે લગ્ન કરશે કહીં જાળમાં ફસાવી હતી. બે માસ બાદ માર્ચ માસમાં વિજયપ્લોટમાં એક હોટલ પર લઈ ગયો હતો ત્યાં યુવતીની ના છતાં લગ્નની લાલચ આપી શરીર સુખ માણ્યું હતું.
બાદમાં મોકો મળ્યે ત્રિકોણબાગ નજીકની હોટલ તેમજ અલગ-અલગ હોટલોમાં લઈ જઈ લગ્ન કરશે તેવું વચન આપી બળજબરીથી દુષ્કર્મ ગુજારતો હતો. ગત જાન્યુઆરી માસમાં યુવતી સગર્ભા બની હતી. દિપકને વાત કરતા તેને થોડા સમયમાં લગ્ન કરી લેશું કહીં વાત ટાળી હતી અને પોતાનો નંબર પણ બદલી નાખ્યો હતો. નવો નંબર યુવતીને આપ્યો હતો. યુવતી દિપકને વારેવારે મેસેજ કર્યા કરતી હતી. બે માસ પહેલા જસદણમાં તા.12/6ના રોજ યુવતીની સોનોગ્રાફી કરાવાતા છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. ત્યારે પણ હવે થોડા જ દિવસમાં લગ્ન કરી લેશુંનું વચન આપ્યું હતું. યુવતી સગર્ભા હોવાની તેણીના પરિવારજનોને જાણ થતા પરિવારે ત્યજી દીધી હતી અને યુવતી એકલી રહેતી હતી.
વધુ બે માસ રાહ જોવા છતાં દિપકે હાથ નહીં પકડતા યુવતીને દિપક સાથે ઝગડો થયો હતો અને અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. અંતે આઠ માસની ગર્ભવતી યુવતીએ એ ડિવીઝન પોલીસમથકે ગતરાત્રે ગુનો નોંધાવ્યો હતો. આરોપી દિપક એક પુત્ર, પુત્રીનો પિતા છે. પી.આઈ. સી.જે. જોષીના કહેવા મુજબ આરોપીને પકડવા ઘરે તલાસી લેવાઈ હતી પરંતુ હાથ લાગ્યો નથી. ઘરે ઢોર રાખીને દુધનો વ્યવસાય સાથે છુટક બાંધકામ કોન્ટ્રાક્ટનું કામ કરતો હોવાનું જાણવા મળે છે.
ભૃણ પરિક્ષણ કરનાર તબીબ અંગે તપાસ જરૂરી
આરોપી યુવતીને બે માસ પહેલા તા.12/06/2020ના રોજ જસદણ તબીબ પાસે લઈ ગયો હતો ત્યાં સોનોગ્રાફી કરાવાઈ હતી અને છ માસનો ગર્ભ હોવાનું પરિક્ષણ થયું હતું. નિયમ મુજબ સોનોગ્રાફી, ગર્ભ પરિક્ષણ કરવું એ ગેરકાયદે કૃત્ય છે તો આવું કૃત્ય કરનાર તબીબ સામે પણ તપાસ જરૂરી બની શકે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..