રાજકોટ કોર્ટે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા ફટકારી

રાજકોટ કોર્ટના જજ ડી.ડી. ઠક્કરે પોસ્કોના આરોપી રમેશ બચુભાઇ વેદુકીયાને ફાંસીની સજા ફકટારી છે. બે વર્ષ પહેલા ભાવનગર રોડ પર રમેશે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પીટીસી ગ્રાઉન્ડમાં બાળકીની હત્યા કરી હતી. બે વર્ષ બાદ આ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 40 વર્ષ પહેલા રાજકોટમાં એક દોષિતને ફાંસી આપવામાં આવી હતી. આરોપી, સરકારી વકીલ અને તમામ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં હાજર રહ્યા હતા. ફાંસીની સજા ફટકાર્યા બાદ સરકારી વકીલોએ એકબીજાને મો મીઠા કરાવ્યા હતા.

આરોપીએ વૃદ્ધાને લૂંટી તેની પણ હત્યા કરી હતી

જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે, આરોપી રમેશ બચુભાઇ દુદકીયા છે. તેનો ગુનાહિત ઇતિહાસ એટલો ખરાબ છે. બે વર્ષ પહેલા મોટી ઉંમરના વૃદ્ધાને રિક્ષામાં બેસાડી લઇ ગયો હતો. વૃદ્ધાને જે જગ્યાએ જવાનું હતું તેને બદલે અન્ય જગ્યાએ લઇ ગયો અને તેણે પહેરેલા દાગીના લૂંટી લીધા હતા અને હત્યા કરી હતી. આ બનાવના બે દિવસ પછી જ બાળકીની ઘટના બની હતી. આરોપીને પકડવા માટે મધ્યપ્રદેશ સુધી પોલીસ દોડી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીને ઝડપી લીધો હતો.

બાળકી પર દુષ્કર્મ આચરી આરોપીએ માથુ છૂંદી હત્યા કરી હતી

આરોપી રમેશ રિક્ષા ચલાવતો હતો. 9 ફેબ્રુઆરી 2018ના રોજ રમેશે ભાવનગર રોડ પરથી ત્રણ વર્ષની બાળકીનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. બાદમાં પીટીસી ગ્રાઉન્ડમાં લઇ જઇ બાળકીનું માથુ છૂંદી હત્યા કરી હતી. બાળકીનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હતો. પીએમ બાદ બાળકીનો મૃતદેહ લઇ પરિવાર વતન જતો રહ્યો હતો.

એક કલાકમાં બે વાર દુષ્કર્મ આચર્યું હતું

એક કલાકમાં બાળકી પર બે વાર દુષ્કર્મ આચર્યું હતું. તેની હત્યા કરીને રમેશ પાછો ચુનારવાડ વિસ્તારમાં આવી ગયો અને ત્યાં આંટાફેરા કરવા લાગ્યો હતો. જે રિક્ષામાં બેસીને તે બાળકીને અમુલ સર્કલ લઈ ગયો હતો તે રિક્ષાચાલકે પણ આરોપીની ઓળખ કરી હતી. રિક્ષાચાલકે જ્યારે આરોપીને બાળકી વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે આ છોકરી બીમાર છે. આરોપીએ બાળકીનો રેપ કર્યા પછી તેનો જીવ ન ગયો ત્યાં સુધી તેના માથા પર પથ્થર મારતો રહ્યો હતો. હત્યા કરી તે સ્થળે એક બ્લેન્કેટમાં તેને છૂપાવી અને ફરાર થઈ ગયો હતો.

બાળકીની ઘટનાના બે દિવસ અગાઉ વૃદ્ધાની હત્યા કરી હતી

બાળકીની ઘટનાના બે દિવસ અગાઉ એટલે કે 7 ફેબ્રુઆરી 2018ના રોજ પરાબજાર પાસેના કૃષ્ણપરામાં રહેતા 70 વર્ષના અસ્માબેન હાતિમભાઇ સાદીકોટ જૂની દરજી બજારમાં રહેતી તેની પુત્રી બતુલબેન યુસુફભાઇ વણાકના ઘરે ગયા હતા. બાદમાં પુત્રીના ઘરે પોણો કલાક રોકાયા બાદ બપોરના પોણા ત્રણેક વાગે આરોપીની રિક્ષામાં બેઠા હતા. અસ્માબેને હાથમાં સોનાની બંગડી, કાન અને નાકમાં સોનાના દાગીના પહેર્યા હોય આરોપીની નજર બગડી હતી અને રિક્ષા અવાવરૂ જગ્યાએ લઇ જઇ લૂંટ કરી અસ્માબેનની હત્યા કરી હતી. પરિવારને અસ્માબેનનો મૃતદેહ ત્રણ દિવસ બાદ મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો