કારમાં લિફ્ટ આપતા પહેલા ચેતજો, અમદાવાદથી કાર લઈને રાજકોટ જતા યુવકને મુસાફરોની સ્વાંગમાં બેઠેલા ત્રણ લોકોએ લૂંટ્યો

કોરોના વાયરસ (Coronavirus) અને તેના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown) બાદ રાજ્યમાં અનેક જગ્યાએ લૂંટના બનાવોમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને લીંબડી નેશનલ હાઇવ (Limbdi National Highway) પર લૂંટની સિલસિલો યથાવત રહ્યો છે. થોડા દિવસો પહેલા હાઇવે પર બેથી ત્રણ ટ્રકના ડ્રાઇવરો (Truck Drivers)નો લૂંટી લેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. હવે ફરીથી લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં લૂંટારુઓ આઈ20 કાર અને રોકડની લૂંટ (Loot) કરીને ફરાર થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દયા ખાતા ડાકુ મળ્યા!

મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી રાજકોટ જઈ રહેલા યુવકની કારમાં ત્રણ અજાણ્યા શખ્સો બેઠા હતા. યુવકે દયાભાવ રાખીને મુસાફરોને પોતાના કારમાં બેસાડ્યા હતા. પરંતુ મુસાફરોની સ્વાંગમાં ત્રણેય યુવક લૂંટારું હતાં. કારમાં લિફ્ટ લીધા બાદ પાણશીણાના દેવપરા પાસે કાર ચાલક રાજકોટના યુવકને માર મારીને લૂંટી લેવામાં આવ્યો હતો. લૂંટારુઓ કાર તેમજ યુવક પાસે રહેલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.

બંદૂક બતાવી લૂંટી લીધો

રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી પાસેનો રહેવાસી યુવક તેની કાર લઈને અમદાવાદથી રાજકોટ આવવા નીકળ્યો હતો. આ દરમિયાન તેણે ત્રણ મુસાફરોને બેસાડ્યા હતા. કાર દેવપરા પાસે પહોંચી ત્યારે મુસાફરોની સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ બંદૂક બતાવી હતી. જે બાદમાં કાર અને તેની પાસે રોકડ રકમની લૂંટ ચલાવી હતી. ત્રણેય લૂંટારુઓએ કારના ડ્રાઇવરનો હાથ રૂમાલથી બાંધી દીધો હતો.

યુવકને રોડ પર ઉતારી મૂકીને લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. જે બાદમાં યુવકે નજીકના ગામના લોકોની મદદ માંગી હતી. લોકોએ યુવકના હાથ છોડ્યા હતા અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા એલસીબી અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે લીંબડી હાઇવે પર લૂંટના સતત બનાવો બની રહ્યા હોવાથી પોલીસની કાર્યવાહી પર પણ શંકા ઉઠી છે. સતત આવા બનાવો બની રહ્યો હોવા છતાં પોલીસ શા માટે પેટ્રોલિંગ નથી વધારી રહી તે પણ મોટો સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો