રાજકોટમાં લોકડાઉન બાદ વધુ એક યુવાને આર્થિક મુશ્કેલીથી કંટાળીને કર્યો આપઘાત

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેમાં વેપાર ધંધા બંધ થઇ ગયા હતા. જોકે હજી પણ વેપાર ધંધાની ગાડી પાટા પર ચઢી નથી, જેથી અનેક લોકોને આર્થીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકડાઉનને કારણે બધુ જ ઠપ્પ થઇ ગયું હતું. હવે લોકડાઉન ખોલી અનલોકનો પ્રથમ તબક્કો અમલી બનાવાયો છે. જોકે આમ છતાં અનેક લોકોને કામ-રોજગારી મેળવવામાં ફાંફા પડી રહ્યા છે. આવા સમયે રાજકોટના લોહાનગર પાસે રહેતાં યુવાને આર્થિક ભીંસને કારણે અને કામ નહિ મળવાને કારણોસર એસિડ અને ઝેરી દવા ભેગા કરીને પી લઇ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વિજય પ્લોટમાં રહેતા રમેશભાઇ પતરીયાએ દવા પી જતા તેના ભાઇએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન જ તેનું મોત નીપજ્યું હતું.

આપઘાત કરનાર રમેશભાઇના પત્નિ જ્યોતિબેન માવતરે ભીમ અગિયારસ કરવા ગયા હતા અને બે દિવસથી ત્યાં રોકાયા હતા. રમેશભાઇ છુટક સફાઇ કામ તેમજ કારખાનામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. લોકડાઉનને કારણે તે સતત અઢી મહિનાથી ઘરમાં હતા અને લોકડાઉન ખુલ્યા પછી પણ બરાબર મજૂરી કામ મળતું નહી હોવાથી આર્થિક ભીંસથી કંટાળી પગલુ ભર્યાની શકયતા તેના પરિવારજનોએ જણાવી હતી.

જે રીત લોકડાઉનમાં અનેક લોકો આર્થીક સ્થિતિ કપરી બની છે ત્યારે રાજકોટના આ યુવાને પણ કામ કાજ નહિ મળતા આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો