બાડમેરઃ છાસવારે દંપતી નાની નાની ઘરેલું બાબતો ઉપર ઝઘડીને આત્મહત્યા જેવું ખતરનાક પગલું ભરતા હોય છે. આવી જ એક દર્દનાક ઘટના રાજસ્થાનના (Rajasthan news) બાડમેરમાં (Barmer crime news) સામે આવી છે. જ્યાં પતિ-પત્ની વચ્ચેનો (husband wife fight) વિવાદ એટલો વધી ગયો કે તેમણે પોતાના બે માસૂમ બાળકોને ખોળામાં લઈને આત્મહત્યા કરી લીધી હતી. ગુસ્સામાં આવીને બંનેએ પોતાની સાથે બાળકોને પણ મારી નાંખ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
માસૂમ બાળકોને ખોળામાં લઈને લગાવી મોતની છલાંગ
આ દુઃખદ ઘટના બાડમેર જિલ્લાની ધોરીમન્ના પોલીસ સ્ટેશન વિસ્તારના નાડી ગામમાં સામે આવી છે. જ્યાં શનિવારે સવારે 5 વાગ્યે 30 વર્ષીય રૂપારામ તેમની 28 વર્ષીય પત્ની અને બે પુત્રો સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી આખા ગામમાં સનસની ફેલાઈ હતી. અને ગ્રામીણોની ભીડ લાગી હતી. લોકોએ આખા પરિવારની લાશોને બહાર કાઢી હતી.
ગામના લોકોએ જણાવ્યું કે કેમ મરી ગયો આખો પરિવાર
ઘટનાની જાણકારી લાગતા જ પોલીસ ઘટના સ્થળે જ પહોંચી હતી. અને ચારેય લાશોનો કબ્જો લઈને તપાસ હાથધરી હતી. આ અંગે એસપી આનંદ શર્માએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં પારિવારિક કંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું નામવામાં આવે છે.
ગામના લોકોનું કહેવું છે કે એક દિવસ પહેલા રાત્રે રૂપારામ અને ગાયત્રીના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. યુવક એક કંદોઈની દુકાનમાં કામ કરતો હતો. પતિ પત્ની વચ્ચે છાસવારે કોઈના કોઈ વાત ઉપર ઝઘડો થતો રહેતો હતો. આ કારણે બંન્નેએ ગુસ્સામાં આવીને આ પગલું ભર્યું હતું.
પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં બે માસૂમોની જિંદગી પણ હોમાઈ ગઈ હોવાની આ કમકમાટી ભરી ઘટના સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો હતો. ક્ષણીક આવેશમાં આવીને પતિ પત્નીએ આખા પરિવારને મોતના મુખમાં ધકેલી દીધું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..