ગુજરાતમાં એકબાજુ કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ રાજસ્થાનથી ગુજરાત આવતાં લોકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન સરકારે એકાએક રતનપુર બોર્ડર સીલ કરી દીધી હતી. અને રાજસ્થાનથી ગુજરાત આવતાં લોકોની તમામ કારોને રોકી દેવામાં આવી હતી. જેના કારણે અનેક લોકો બોર્ડર પર અટવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજસ્થાન સરકારે આજે અચાનક બોર્ડર સીલ કરી દીધી હતી. અને રાજસ્થાનમાંથી ગુજરાત પરત આવવા પર રોક લગાવી દીધી હતી. રાજસ્થાનની બોર્ડર પર અંદાજે 250 કાર ફસાઈ ગઈ હતી. અને તેને કારણે રાજસ્થાનથી ગુજરાત આવતાં અનેક લોકો ફસાયા હતા. રાજસ્થાન સરકાર દ્વારા અચાનક બોર્ડર સીલ કરતાં અનેક લોકોની મુશ્કેલી વધી ગઈ હતી.
રાજસ્થાનમાં ચાલતી રાજકીય ખેંચતાણને કારણે બોર્ડર સીલ કરી દેવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે આ પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. પણ રાજસ્થાનની સરકારનાં આ તઘલખી નિર્ણયને કારણે અનેક ગુજરાતીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..