રાજસ્થાનના જોધપુર જિલ્લામાં શનિવાર સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના 11 લોકોના મોત થયા છે. ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવ દંપત્તિને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. જેમના લગ્ન 27 ફેબ્રુઆરી થયા હતા. બનાવ શેરગઢ વિસ્તારમાં બન્યો હતો.
Rajasthan: 11 people killed, 3 injured in a collision between a trailer truck and a jeep on Balotra-Phalodi highway in Jodhpur district pic.twitter.com/QAyQTSVPcb
— ANI (@ANI) March 14, 2020
મૃતકોમાં એક બાળક પણ શામેલ
મૃતકોમાં છ મહિલા, ચાર પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. તમામે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્તોને જોધપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસે શું કહ્યું
પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સવારે ન વાગ્યે સોઈતરામાં ગંવારિયા હોટલ પાસે થયો છે. શેરગઢ પોલીસે ક્રેનની મદદથી ટ્રકને હટાવ્યો હતો. ત્યાર પછી બોલેરોમાં રહેલા લોકોને બહાર કઢાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..