ગોંડલના દેરડી(કુંભાજી)ગામે રૈયાણી પરિવારમાં તમામ ઘરે દિવાળી જેવો માહોલ……

ગોંડલ તા.28, ગોંડલના દેરડી(કુંભાજી)ગામે બિરાજતા શ્રી રાજબાઈ માતાજીના મંદિરે સમસ્ત રૈયાણી પરિવાર દ્વારા તા.25થી સાત દિવસના શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થયો છે. રૈયાણી પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં વ્યાસપીઠ પર ભાગવતાચાર્ય પૂજ્ય જીજ્ઞેશદાદા(રાધે રાધે) કેરીયાચાડવાળા બિરાજીને કથા રસપાન કરવી રહ્યાં છે. જેમની કથાનો પ્રારંભ થાય તે પહેલાં જ ગોંડલમાં વસતા સમસ્ત રૈયાણી પરિવારના ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને દરેક લોકોના ઘરે રંગોળી તથાં આસોપાલવના તોરણ બંધાયા હતાં.

રવિવારના રોજ કથા પ્રારંભ પહેલા ગોંડલથી દેરડી(કુંભાજી) સુધીની ભવ્ય અને વિશાળ પોથીયાત્રા નીકળી હતી.ગોંડલની દેરાશેરીમાં આવેલ સમસ્ત રૈયાણી પરિવારના કુળદેવી માતાજીના મઢેથી વહેલી સવારે વાજતે ગાજતે પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો.આ પોથીયાત્રામાં 28 જેટલી પોથી સાથેના રથ,વિવિધ ફલોટસ,ભજન,ધૂન,કિર્તન મંડળો સાથે 700/-જેટલી કારો અને બુલેટ બાઈકો સાથેનો વિશાળ કાફલો જોડાયો હતો.તો બીજી તરફ રૈયાણી પરિવારના સફેદ વસ્ત્રો અને માથે સાફાથી સજ્જ પુરૂષો તથાં લાલ સાડીમાં સજ્જ મહિલાઓ સહિતના લોકો પોથીયાત્રામાં એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.ત્યારે આ પોથી યાત્રામાં રાજકોટના ધારાસભ્ય અરવિંદ ભાઈ રૈયાણી પણ જોડાયા હતાં.

ગોંડલથી નીકળેલ ભવ્ય અને વિશાળ પોથીયાત્રા મોવિયા,શ્રીનાગઢ,કમઢીયા,મેતાખંભાળીયા,મોટીખિલોરી થઈને દેરડી(કુંભાજી) ગામે પહોંચી હતી.જેમાં રસ્તામાં આવતા ગામોમાં પોથીયાત્રાનું રંગોળીઓ,કંકુ ચોખા,મોતીઓના સાથિયા પુરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે દેરડી(કુંભાજી) ગામે આવી પહોંચેલ પોથીયાત્રાનું કળશધારી બાળાઓ,શણગારે બળદગાડા,ઘોડા,રંગોળીઓ સહિતના સુશોભન સાથે ગ્રામજનોએ દેશીઢબથી સ્વાગત કર્યું હતું.આ પોથીયાત્રા દેરડી કુંભાજી ગામના રાજમાર્ગો ઉપર ફરીને રામજી મંદિર,થઈને સમસ્ત રૈયાણી પરિવારના માતાજી એવા શ્રી રાજબાઈ માતાજી મંદિર થઈને કથા સ્થળે પહોંચી હતી.ગોંડલથી નીકળેલ 33 કિલોમીટર સુધીની આ પોથીયાત્રાના સમગ્ર રૂટમાં તોપ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.જ્યારે કથા સ્થળે પોથીયાત્રા પહોચતા વ્યાસપીઠ ઉપર પોથીનું વૈદીક મંત્રોચ્ચાર વચ્ચે રૈયાણી પરિવાર દ્વારા પોથીનું પૂજન કરાવીને વ્યાસપીઠ ઉપર બીરાજમાન પૂજ્ય ભાગવતાચાર્ય જીજ્ઞેશદાદા(રાધે રાધે) એ કથાનો પ્રારંભ કરાવ્યો હતો.

 

જેમાં બહોળી સંખ્યામાં સમસ્ત રૈયાણી પરિવારના લોકો,દેરડી(કુંભાજી)ના ગ્રામજનો તથા આજુબાજુ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં કથા શ્રવણનો લાભ લીધો.આ પ્રસંગે રૈયાણી પરિવાર દ્વારા ભોજન પ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.વિશાળ ડેમોમાં પ્રારંભ થયેલ આ કથામાં પ્રસાદ,ચા પાણી,પાર્કિંગ,કથા વ્યવસ્થા સ્વયંસેવક સહિતની સમગ્ર જવાબદારી દેરડી(કુંભાજી) ગામના મિત્ર મંડળો,સેવાભાવી સંગઠનો,મહિલા મંડળો સાથે ગામના આગેવાનો અને રૈયાણી પરિવારના લોકોએ સંભાળી હતી.

સમગ્ર રૈયાણી પરિવારના માતાજી શ્રી રાજબાઈ માતાજી,ખોડીયાર માતાજી અને પૂજ્ય રૈયાબાપાના સાનિધ્યમાં યોજાયેલ આ શ્રીમદ્ ભાગવત કથામાં જય માં ખોડીયાર, જય રાજબાઈ માતાજી,જય રૈયાબાપાના નાદ સાથે રાધે રાધેનો નાદ પ્રથમ દિવસે જ ગુંજી ઉઠ્યો હતો.
કથા સ્થળે તૈયાર કરવામાં આવેલ  શ્રાવકોને ગરમીમાંથી રાહત આપતો તૈયાર કરેલ ડોમ,વિશાળ ભોજન વ્યવસ્થા,વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સાથે ફૂવારાઓ સાથે આકર્ષણ મુખ્ય કથા મંડપ પ્રવેશ દ્વાર સાથે પૂજ્ય રૈયાબાપા અને રાજબાઈ માતાજીના જીવનકાળ સાથેનું તૈયાર કરેલ ભવ્ય પ્રદર્શન પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું….

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે તા.25થી સમસ્ત રૈયાણી પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ….

કથા પ્રારંભ પહેલા ઘરે ઘરે રંગોળી અને આસોપાલવના તોરણ બંધાયા…

વ્યાસપીઠ ઉપર ભાગવતાચાર્ય પૂજ્ય જીજ્ઞેશદાદા(રાધે રાધે) કેરીયાચાડવાળા….

કથાના પ્રારંભ સાથે ગોંડલથી દેરડી(કુંભાજી) સુધીની નીકળી વિશાળ પોથીયાત્રા…

રૈયાણી પરિવારના દેરાશેરી માતાજીના મઢેથી વાજતે ગાજતે નિકળેલ પોથીયાત્રામાં 28 જેટલી પોથીરથ,વિવિધ ફલોટસ,ધૂન,ભજન કિર્તન મંડળો,ઘોડા,બગી સાથે વિશાળ કારો અને બાઈકોનો કાફલો….*

રૈયાણી પરિવારના માથે સાફા બાંધેલ સફેદ વસ્ત્રો ધારણ કરેલ પુરૂષો અને લાલ સાડીથી સજ્જ મહિલાઓ સહિતના લોકો બન્યાં આકર્ષણનું કેન્દ્ર…

તસ્વીર: નરેન્દ્ર પટેલ (ગોંડલ)

મહોત્સવમાં આજે અનોખી રીતે ઉજવાયો ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ…..

શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં 1,111/-કાનુડાએ સર્જ્યા બે-બે વર્લ્ડ રેકોર્ડ…

એકી સાથે 1,111/-બાળકોએ શ્રીકૃષ્ણ બનીને વજ્ર વર્લ્ડ રેકોર્ડ અને ટ્રેડિશનલ ઓફ વર્લ્ડ રેકોર્ડ બૂકમાં સ્થાન પ્રાપ્ત કર્યું…

વર્લ્ડ રેકોર્ડના મોન્ટુભાઈ ચડોતરાએ કથા મંડપમાં ઉપસ્થિત રહીને રૈયાણી પરિવારના આયોજકોને અર્પણ કર્યા પ્રમાણ પત્રો…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર