સૌરાષ્ટ્રમાં કાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે સૂર્યની ફરતે મેઘ ધનુષ્યની ગોળ રીંગ જોવા મળી હતી. આવી અવકાશીય ઘટના બનતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. બીજી તરફ ગોંડલમાં આકાશમાંથી કેસર ચંદન જેવા અમી છાંટણા થતાં લોકો આશ્ચયમાં મુકાઈ ગયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગોંડલમાં આકાશમાંથી કેસર ચંદનનાં અમી છાંટણા થતાં આશ્ચર્ય
મળતી માહિતી અનુસાર સવારે સાડા સાત વાગ્યે ફાયર સ્ટેશનમાં કર્મચારીઓ બેઠાં હતાં. તે દરમિયાન ચંદનનાં અમી છાંટણા થતાં આશ્ચર્ય સર્જાયું હતું. કર્મચારીઓનાં કપડાં તેમજ ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર સ્ટેશનની બહાર ફુટપાથ પર કેસર-ચંદન જેવા અમી છાંટણા જોવા મળ્યાં હતા. પહેલાં તો કર્મચારીઓને લાગ્યું કે કોઈ પક્ષીનું ચરક હોઈ શકે. પરંતું છાંટણાને આંગળીઓ દ્વારા મસળી ખરાઇ કરતાં ચંદન હોવાનું તથાં સુગંધ પણ આવતી હોવાનું જણાયું હતું.
બપોરે 1 વાગ્યે સૂર્ય ફરતે મેઘ ધનુષ્યની રીંગ જોવા મળી
ગોંડલ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અવકાશી નજારો જોવા મળ્યો હતો. ગોંડલમાં શનિવારે બપોરે 1:00 વાગ્યે વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યના ફરતે મેઘ ધનુષ્યની ગોળ રીંગ બની જતા વિવિધ વિસ્તારોમાં લોકો બહાર નીકળી આ નજારો જોવા લાગ્યા હતા. વરસાદના સમયે મેઘ ધનુષ્ય બનતું હોય તે ઘણા લોકોએ જોયું હોય છે. પરંતુ આવી અવકાશીય ઘટના બનતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.
આટકોટમાં સૂર્ય ફરતે વલય સર્જાતા લોકોમાં કૌતુક ફેલાયું
બીજી તરફ આટકોટમાં પણ સૂર્ય ફરતે વલય સર્જાતા લોકોમાં કૌતુક ફેલાયું હતુંઅને ચર્ચાનો વિષય બની ગયો હતો. સૂર્ય ફરતા વલય થતા લોકોમાં ભય ફેલાયો હતો. પહેલા સૂર્યગ્રહણ, કોરોના, ધરતીકંપના આંચકા અને હવે નવીન શું થશે તેવી લોકો ચર્ચા કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..