કહેવાય છેકે અત્યારે કળિયુગ (kaliyug) ચાલે છે. અહીં પૈસા માટે ભાઈ ભાઈનું ખૂન (murder for money) કરી નાંખે છે. ભલાઈનો જમાનો નથી રહ્યો. પરંતુ અત્યારના કળિયુગના સમયમાં પણ ભલા માણસો આપણી વચ્ચે જ રહે છે. જેઓ ઈમાનદારીથી જીવન જીવે છે. પોતાના મહેનતના જ પૈસાથી જ જીવન ચલાવે છે. આવા જ એક ભાઈ ગોંડલ તાલુકના સુલ્તાનપુર ગામમાં રહે છે.
ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામના અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર જયેશભાઈ દવે પોતાનું બાઈક સર્વિસ કરાવવા ઠેબર રોડ પાસે ગોપાલ નગર મેઈન રોડ પર આવેલ વિનોદ ઓટો ગેરેજ ખાતે પહોંચ્યા હતા. દરમિયાન રોકડા રૂ. 230000 અને ચેક બુક સાથેનું પર્સ ભૂલીને નીકળી ગયા હતા. જયેશભાઇને પર્સ યાદ આવતા તેને શોધવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા હતા.
ત્યાંજ ગેરેજ સંચાલક રમેશભાઇનો સામેથી કોલ આવેલ કે તમારું રૂપિયા ભરેલ પાકીટ મારા ગેરેજે તમો ભૂલી ગયેલ છો લઈ જજો. આ શબ્દો સાંભળતાજ જયેશભાઇ એ હાશકારો અનુભવ્યો અને કહી ઉઠ્યા કે હજુ ઈમાનદારી મરી પરવરી નથી ગેરેજના કામથી જેના હાથ 24 કલાક કાળા રહે છે પણ દિલ અને નીતિ ચોખ્ખી ચણાક છે.
ગેરેજ સંચાલકની ઈમાનદારી એવી કે પર્સ સોંપતા કહ્યું કે રૂપિયા ગણી લેજો ઓછા નથી થયાને ત્યારે સામેની વ્યક્તિ એ જણાવેલ કે તમે પર્સ પરત સોંપીને તમારી ઈમાનદારી બતાવેલ છે એજ સાબિત છે કે આપ ઈમાનદાર છો યુવાને સંચાલકનો આભાર માની કહ્યું કે શુભેચ્છા ભેટ આપવી છે.
રમેશભાઈએ જવાબ આપ્યો કે રૂપિયા હાથનો મેલ છે એ તો આવે ને જાય સાચી તો માણસાઈ છે એ મટવી ન જોઈએ હું ઈમાનદારીનો ટુકડો ખાવા વાળો છું મારા મજૂરીના હકના લવ છું ને મેં આ પર્સ તમને પરત કર્યું તે તમારા હક નું હતું તમારું હતું એટલે મેં તમને પાકીટમાં રહેલ ચેક બુકમાં રહેલ મોબાઈલ નંબર પરથી કોન્ટેકટ કરીને કોલ કર્યો છે માટે તમારૂ તમને મુબારક મારે શુભેચ્છા ભેટ પણ ન જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..