ફી નહીં તો ઓનલાઈન શિક્ષણ નહીંઃ ખાનગી સ્કૂલ સંચાલકોમાં ફાંટા, એક મંડળની શિક્ષણ બંધની ઘોષણા, બીજાએ કહ્યું- શિક્ષણ ચાલુ રહેશે

કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે રાજ્યના સૌથી મોટા ખાનગી શાળા સંચાલક મંડળે આજથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બીજી તરફ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટતા કરી છે કે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે તેમની સંસ્થાએ કોઈ નિર્ણય લીધો નથી. રસપ્રદ છે કે સરકારે સ્કૂલ ખુલતા સુધી ફી નહીં વસૂલવાનો ઠરાવ કર્યો છે ત્યારે ગુજરાત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકોની કાલે બેઠક મળી હતી અને તેમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ, ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે બે મોટા ખાનગી શાળા સંચાલક મંડળ વચ્ચે ફાંટા પડી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યની 6000ખાનગી સ્કૂલોમાં કાલથી ઓનલાઈન શિક્ષણ બંધ

રાજકોટ ખાતેથી ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. આ સામે શાળા સંચાલકોને વાંધો છે. કારણ કે, ફી વિના શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકે. અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેના માટે પણ સ્કૂલોને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું તેમના મંડળ સાથે સંકળાયેલી 6000 સ્કૂલો દ્વારા નક્કી કરાયું છે. અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરત ઉપરાંત જે-તે વિસ્તારના શાળા સંચાલક મંડળે આજથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

શાળા સંચાલક મહામંડળેકહ્યું, અમે આવો કોઈ નિર્ણય લીધો જ નથી

બીજીતરફ આશરે 4000 જેટલી ખાનગી સ્કૂલના સંચાલકોના બનેલા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, તેમના મંડળે હજી સુધી આવો કોઈ નિર્ણય લીધો નથી. તેમનું મંડળ શિક્ષણનો કોઈ પણ સંજોગોમાં ભોગ ન લેવાય તેવી ફિલોસોફીમાં માને છે. તેમના મંડળ દ્વારા સરકારના ઠરાવ મુદ્દે વિચાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ બાબત વિચારાધીન છે પરંતુ તેઓએ હજી સુધી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી.

અમદાવાદ-વડોદરા-સુરત સહિતના શહેરોની સ્કૂલોમાં શિક્ષણ બંધ

જતીન ભરાડે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં આ નિર્ણય લાગુ પડશે અને તમામ ધોરણમાં આ નિર્ણય લાગુ પડશે. આજથી સમગ્ર ગુજરાતની ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેશે. ગુજરાતમાં નાની-મોટી 6 હજાર જેટલી ખાનગી સ્કૂલો છે. આ તમામ સ્કૂલોમાં અસર કરતો નિર્ણય લેવાયો છે. બીજીતરફ અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરત સહિતનાશહેરો અને ઝોનની આ મંડળ સાથે સંકળાયેલી ખાનગી સ્કૂલોએ આજથી શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો